બીઝિંગ: ભારતમાં ચીનના ઉત્પાદનોનો થઈ રહેલા બહિષ્કારને ચીન પચાવી શકતું નથી. ચીનની સરકારી મીડિયાએ આજે બુધવારે કહ્યું કે ભારત માત્ર ભોંકી શકે છે... ભારતનું ઉત્પાદન ચીનના ઉત્પાદનો સાથે મુકાબલો ક્યારેય પણ કરી શકે તેમ નથી. તમને જણાવી દઈએ કે, ભારતીય સોશિયલ મીડિયા પર ચીનની પ્રોડકોનો બહિષ્કાર કરવાની ચર્ચા જોર પકડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચીનની પ્રોડકો પ્રતિ લોકોનો તિરસ્કાર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જેના લીધે ચીનના મીડિયાએ આજે કહ્યું કે, આ કાવતરું માત્ર લોકોની ભાવનાઓને ઉડકાવવા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે વાસ્તવિકતા એ છે કે ભારતીય પ્રોડકો ચીનની પ્રોડકો સાથે ક્યારેય પણ મુકાબલો કરી શકે તેમ નથી. ચીનના મીડિયા અનુસાર ભારતનો આ વિરોધ પાકિસ્તાનમાં છૂપાઈ રહેલા આતંકવાદીઓને અંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ જાહેર કરવામાં ચીન દ્વારા થઈ રહેલા વિરોધનો બદલો લેવા માટે કરવામાં આવી રહ્યો છે. જેના લીધે ભારતીયો ગુસ્સામાં છે અને તેમને જ ચીનની પ્રોડકો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આટલું જ નહીં ચીનની સરકારી મીડિયાએ ભારતીય પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પ્રોજેક્ટ ‘મેક ઈન ઈંડિયા’ને પણ અવ્યાવહારિક ગણાવ્યું છે. સાથે કહેવામાં આવ્યું છે કે ભારતને હજી પણ રસ્તાઓ અને હાઈવે બનાવવાના છે. અને ત્યાં વીજળી અને પાણીની પણ અછત છે. સૌથી ખરાબ વાત તો એ છે કે, ભારતના સરકારી વિભાગમાં ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. ચીને પ્રગટ કરેલા આ લેખમાં ભારત અને અમેરિકાના સારા સંબંધ વિશે પણ ટિપ્પણી કરવામાં આવી છે. ચીનના મતે, અમેરિકા ભારતના સમર્થનમાં એટલા માટે રહે છે કારણ કે અમેરિકા ચીનના વિકાસ અને વિશ્વમાં વધી રહેલી તાકાતથી ગભરાય છે.