બગદાદ: આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ઈરાકના અંતિમ ગઢ મોસૂલ શહેરને મુક્ત કરાવવા માટે ઈરાકી સૈન્યએ અભિયાનની શરૂઆત કરી છે. રિપોર્ટ્સના આધારે મોસુલમાં આઈએસ પર આક્રમણ કરવાની ઘોષણા ઈરાકના પ્રધાનમંત્રી હૈદર અલ આબ્દીએ સોમવારે કરી હતી.


તેમણે કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય,ઐતિહાસિક શહેર પર ફરી અધિકાર મેળવવા અને 10 લાખથી વધારે નિવાસીઓને આઈએસના આતંકની ક્રૂરતાથી આઝાદી અપાવવાની શરૂઆત થઈ ચૂકી છે.

તેમણે કહ્યું કે, આજે હું તમને આઈએસથી આઝાદ કરનારા વીર અભિયાનની શરૂઆતની ઘોષણા કરું છું. આબ્દીએ કહ્યું કે આપણે મોસુલની આઝાદી અને આઈએસમાંથી તમારી મુક્તિના જશ્નમાં મળશું. જે પછી આપણે બધા ફરી એક વાર સાથે હશું. દરેક ધર્મગુરૂ સાથે હશે અને બધા મળીને મોસુલ બનાવીશું.

કમ્બાઈંડ જોઈંટ ટાસ્ક ફોર્સ ઓપરેશન ઈન્હેરેંટ રિઝોલ્વના કમાંડર લેફ્ટનંટ જનરલ સ્ટીફેન ટાફનસેંડના જણાવ્યા અનુસાર લગભગ 54000થી વધારે ઈરાકી સૈનિક મોસુલને મુક્ત કરાવવા જોડાયા છે. ઈરાકમાં આઈએસથી લડી રહેલા અમેરિકન નેતૃત્વવાળા ગઠબંધનમાં ઘણા સમૂહ જોડાયા છે.

આબ્દીના જણાવ્યા અનુસાર આક્રમણની યોજના અનુસાર માત્ર ઈરાકી સેના અને રાષ્ટ્રીય પોલીસ મોસુલમાં પ્રવેશ લેશે. મોસુલ ઈરાકનું બીજુ મોટુ શહેર છે જેના પર આઈએસનો જૂન 2014થી કબ્જો છે.

અમેરિકન સૈન્યના અધિકારીઓના અનુમાન અનુસાર મોસુલમાં આઈએસના 5000થી વધારે સીએનએનએ આઈએસના સમર્થકોની સંખ્યા 7000 જણાવી હતી. અમેરિકાના રક્ષામંત્રી એશ કાર્ટર અનુસાર આ આઈએસને કાયમ માટે નાબૂદ કરવાના અભિયાનની નિર્ણાયક ક્ષણ છે.