નવી દિલ્હીઃ વિદેશમાં રહેલા બ્લેક મનીની જાણકારી મેળવવાના મામલે મોદી સરકારને મોટી સફળતા મળી છે. સ્વિત્ઝરર્લેન્ડ સરકારે ભારત સરકારને બેંક ખાતા સાથે સંકળાયેલી પ્રથમ જાણકારી સોંપી દીધી છે. સ્વિત્ઝર્લેન્ડની સ્વિસ બેંકમાં ખુલેલા ભારતીય ખાતાની જાણકારી મળી હોય તેવો ભારત કેટલાક પસંદગીના દેશ પૈકીનો એક છે.


સ્વિત્ઝર્લેન્ડના ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, સ્વિસ બેંકે 75 દેશોના 31 લાખ ખાતાધારકોની માહિતી આપી છે. ભારત સરકારને હવે પછીની માહિતી 2020માં આપવામાં આવશે. સ્વિસ સરકાર તરફથી જાણકારી મળ્યા બાદ સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, તમામ ખાતા ગેરકાનૂની નથી. સરકારી એજન્સીઓ હવે આ મામલે તપાસ શરૂ કરશે અને કાયદા પ્રમાણે પગલા લેવામાં આવશે.

વિદેશમાં જમા કાળુ નાણું પર ભારત લાવવું મોદી સરકાર માટે મોટો મુદ્દો રહ્યો છે. જૂન 2019માં સ્વિસ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે, સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવતી રકમમાં ઘટાડો થયો છે. 2018ના આંકડા મુજબ, ભારતીયોના હવે 6757 કરોડ રૂપિયા જ સ્વિસ બેંકોમાં જમા છે. તેમાંથી કેટલું બ્લેક મની છે અને કેટલું નથી તેની જાણકારી સ્વિસ બેંક દ્વારા નથી આપવામાં આવી.

સ્વિત્ઝર્લેન્ડ સરકાર દ્વારા અગાઉ સોંપવામાં આવેલા લિસ્ટમાં 2018માં એક દિવસ પણ સક્રિય રહેલા દરેક ખાતાના ટ્રાન્જેક્શનની માહિતી આપવામાં આવી હતી.

આકાશમાંથી દેખાયો મહાઆરતીનો અદભુત નજારો, 30 હજાર લોકોએ રચ્યું ગાંધીજીનું મુખારવિંદ

યસ બેંકનો શેર ઊંધા માથે પછડાતા લેવી પડી પોલીસની મદદ, જાણો કેમ

અશોક ગેહલોતના ‘ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે’ નિવેદન પર રૂપાણી-વાઘાણીએ શું કહ્યું, જાણો વિગતે

મોદી સરકારનો નવો આદેશ, વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે SPG કમાન્ડો ? જાણો કેમ