Free school meals: આઝાદી બાદથી જ ભારતમાં આમ તો કેટલીય કલ્યાણકારી યોજનાઓની શરૂઆત થઇ ગઇ છે, પરંતુ આમાં 'મિડ ડે મીલ' એક એવી યોજના હતી, જેનો પ્રભાવ બહુ જ વધુ પડ્યો. આ સ્કૂલોમાં બાળકો માટે શરૂ કરવામાં આવી આવેલી યોજના હતી. હવે લંડનમાં પણ ભારતની જેમ સ્કૂલના બાળકો માટે મિડ ડે મીલ સ્કીમ ચાલશે. 


લંડનના મેયર સાદિક ખાને પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોને મફતમાં ભોજન આપવા સાથે જોડાયેલી યોજનાની જાહેરાત કરી છે. આ એક પાયલટ યોજના હશે. આની શરૂઆત સપ્ટેમ્બર, 2023 થી થશે, અને યોજના હાલમાં એક વર્ષ માટે છે.


આના પર કુલ 130 મિલિયન પાઉન્ડનો ખર્ચ આવશે. આનાથી 2023-24ના એકેડેમિક ઇયરમાં યૂનાઇટેડ કિંગડમની રાજધાનીમાં 2,70, 000થી વધુ બાળકોને મદદ મળશે. વળી, યોજના ત્યાંના પરિવારોને પ્રતિ વર્ષ 440 પાઉન્ડ પ્રતિ બાળકોને બચાવવાની પણ આશા છે. 


ભારતમાં આ રીતની યોજનાને શરૂ થયે 25 વર્ષથી પણ વધુ થઇ ગયા છે. લંડનમાં આ યોજનાને શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ ત્યાંના લોકોના ખર્ચમાં ઘટાડો કરવાનો છે. જેથી બ્રિટન આ સમયે આર્થિક તંગીમાંથી ગુજરી રહ્યુ છે. સ્કૂલના બાળકોને પૌષ્ટિક ભોજના પુરુ પાડીને લંડન સ્કૂલ વહીવટીતંત્રની મંશા છે કે, ત્યાંના લોકોને કૉસ્ટ-ઓફ-લિવિંગ ક્રાઇસિસ સામે નિપટવામાં મદદ મળશે. આ યોજના હાલમાં માત્ર એક વર્ષ માટે ચલાવવામાં આવશે. આના કારણે લંડનના લોકો આ ફેંસલાનુ સ્વાગત કરતાં પણ થોડા નારાજ છે. 


લંડનના મેયર સાદિક ખાને આ યોજનાની કરી જાહેરાત - 
દક્ષિણ-પશ્ચિમ લંડનના ટુટિંગમાં પોતાના જૂની સ્કૂલ ફિરક્રૉપ્ટ પ્રાઇમરીની યાત્રા દરમિયાન કરી. સાદિક ખાને ખુદ સ્કૂલના જીવનમાં મફત ભોજન મેળવવાનો અનુભવ છે. યોજનાની જાહેરાત કરતા તેમને કહ્યું કે, કૉસ્ટ-ઓફ-લિવિંગ ક્રાઇસિસ સાથે ઝઝૂમી રહેલા શહેરના પરિવારો અને બાળકોને અતિરિક્ત સહાયતાની સખત જરૂર છે. 


ભારતમાં 1995થી મિડ ડે મીલ સ્કીમ  -
લંડનમાં જે રીતની મીડ ડે મીલ સ્કીમ શરૂ થવાની છે, એવી જ યોજનાની શરૂઆત ભારતમાં 1995 માં જ થઇ ગઇ હતી. આ વર્ષે કેન્દ્ર સરકારે ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે પ્રાયોગિક આધાર પર સ્કૂલોમાં મધ્યાહન ભોજન એટલે કે મીડ ડે મીલ યોજનાની શરૂઆત કરી હતી. ઓક્ટોબર 2007 માં આ સ્કીમને ધોરણ 8 સુધી વધારી દેવામા આવી હતી.