નવી દિલ્હીઃભારત, ઇરાન, રશિયા અને તુર્કી જેવા દેશોએ એક સાથે અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ લડાઇ લડવી પડશે. આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહી હતી. ટ્રમ્પે કહ્યું કે, ફક્ત અમેરિકા 7000 માઇલ દૂરથી અહી આતંકવાદ વિરુદ્ધ લડાઇ લડી રહ્યું છે. તેમણે કહ્યું કે અન્ય દેશ અફઘાનિસ્તાનમાં આતંક વિરુદ્ધ ઓછા પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, આ તમામ દેશોએ ત્યાં આતંક વિરુદ્ધ લડાઇ લડવી પડશે કારણ કે શું અમે ત્યાં વધુ એક વર્ષ સુધી રહેવાના છીએ. મને એવું લાગતુ નથી. એક સમયે અન્ય દેશોએ આગળ આવવું જોઇએ જેવા કે રશિયા, ઇરાન, તુર્કી, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો સામેલ છે.

ટ્રમ્પનું આ નિવેદન એવા અવસર પર આવ્યું છે જ્યારે તેમણે એક દિવસ અગાઉ જ કહ્યુ હતું કે, અમેરિકન સૈન્ય પુરી રીતે અફઘાનિસ્તાનમાંથી બહાર નહી જાય. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા આતંકીઓથી 7000 માઇલ દૂર હોવા છતાં લડાઇ લડી રહ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન પાડોશી હોવા છતાં આ દિશામાં કોઇ પગલા ભરી રહ્યા નથી.

ટ્રમ્પે કહ્યું કે, ભારત ખૂબ નજીક છે. તે અફઘાનિસ્તાનમાં આતંક વિરુદ્ધ યુદ્ધ નથી લડી રહ્યું. અમે લડી રહ્યા છીએ. પાકિસ્તાન અફઘાનિસ્તાનનો નજીકનો પાડોશી છે. તે ખૂબ નાના સ્તર પર યુદ્ધ કરી રહ્યું છે આ યોગ્ય નથી.