Economic Crisis: ભારતના પડોશી દેશોમાં બધું બરાબર નથી. પાકિસ્તાનને તાજેતરમાં વધુ એક વડાપ્રધાન મળ્યો છે. તે જ સમયે, શ્રીલંકા 1948 માં આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.ભારતના પડોશમાં સંકટ છે, જેના ઘણા કારણો છે. તમામ દેશોમાં એક સામાન્ય બાબત છે અર્થતંત્ર અને કોવિડ-19 રોગચાળો. જ્યાં સુધી અર્થવ્યવસ્થાનો સંબંધ છે, ચાલો જાણીએ કે ભારતના પડોશમાં શું ચાલી રહ્યું છે.


શ્રીલંકામાં આર્થિક સંકટ 
ભારતના દક્ષિણનો પાડોશી દેશ શ્રીલંકા ગંભીર આર્થિક સંકટમાં છે. શ્રીલંકાના લોકો દૂધ, ચોખા, રાંધણ ગેસ, વીજળી અને દવાઓ જેવી પ્રાથમિક વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે. શ્રીલંકામાં આર્થિક સંકટને લઈને સરકારના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ સાથે મંત્રીઓએ સામૂહિક રાજીનામું પણ આપવું પડ્યું. શ્રીલંકામાં મોંઘવારી દર રેકોર્ડબ્રેક ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. વિદેશી હૂંડિયામણની તીવ્ર અછતને કારણે આવશ્યક ચીજવસ્તુઓની આયાતમાં ધરખમ ઘટાડો થયો છે. શ્રીલંકાની નાદારી માટે સરકારની ખોટી નીતિઓ સૌથી વધુ જવાબદાર છે. આમાં મોટી ભૂલ લોકોને આકર્ષવા માટે મફત સ્કીમ પણ આપવામાં આવી એ  છે.


શ્રીલંકામાં, વિવિધ વસ્તુઓ માટે અલગ-અલગ કર પ્રણાલી લાગુ હતી. આવશ્યક ચીજવસ્તુઓ પરના ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તેમજ વધુ આવક મેળવનારાઓ પર 30 ટકા સુધીનો ટેક્સ હતો, પરંતુ લોકોની નજરમાં વધુ સારું રહેવા માટે, સરકારે ટેક્સના દરો ઘટાડીને અડધા કરી દીધા હતા. માત્ર 15 ટકા ટેક્સ લેવાથી સરકારને દર વર્ષે 60 હજાર કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. આ સાથે  થોડા સમય પછી કોવિડ -19 રોગચાળાએ શ્રીલંકાની અર્થવ્યવસ્થાને અપંગ બનાવી દીધી, જે પર્યટન પર ખૂબ જ નિર્ભર હતી. માર્ચના અંતે શ્રીલંકાનું  વિદેશી અનામત ભંડોળ $1.93 બિલિયન હતું. છેલ્લા બે વર્ષમાં શ્રીલંકાના અનામતમાં બે તૃતીયાંશ કરતાં વધુનો ઘટાડો થયો છે, કારણ કે કરવેરા ઘટાડા અને COVID-19 રોગચાળાએ તેના પ્રવાસન-આધારિત અર્થતંત્રને ખરાબ રીતે અસર કરી છે.


પાકિસ્તાનમાં આર્થિક સંકટ 
પાકિસ્તાનમાં ફરી એકવાર વડાપ્રધાન પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા વિના સત્તામાંથી બહાર થઈ ગયા. 2018માં વડાપ્રધાન પદ સંભાળનાર ઈમરાન ખાન 'નયા પાકિસ્તાન’ બનાવવાના વચન સાથે સત્તામાં આવ્યા હતા. માર્ચ 2022માં દેવું અને મોંઘવારી વચ્ચે બેરોજગારીનો આંકડો રેકોર્ડ પર હતો. તેના જવાબમાં વઝીર-એ-આઝમે કહ્યું હતું કે, હું ટામેટાં અને બટાકાના ભાવ જાણવા માટે રાજકારણમાં નથી આવ્યો. એક મહિના કરતાં પણ ઓછા સમય પછી ઈમરાન ખાને અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો, જેમાં તેમણે બહુમતી ગુમાવી દીધી અને પાકિસ્તાનને બીજા વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ મળ્યા.


શરીફે યુદ્ધના ધોરણે આર્થિક સંકટનો સામનો કરવાનું વચન પણ આપ્યું છે. શપથ લીધા પછી તરત જ મીડિયાને સંબોધતા શાહબાઝ શરીફે કહ્યું, "ફેડરલ કેબિનેટની રચના પછી, સરકાર મોંઘવારી પર નિયંત્રણ અને અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે એક યોજના સાથે આવશે." સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)એ ગયા અઠવાડિયે ફુગાવાના દૃષ્ટિકોણમાં અર્થવ્યવસ્થા પડી ભાંગવાની આગાહી કરી હતી, જે છેલ્લા કેટલાક સમયથી બે આંકડામાં છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે કહ્યું કે માર્ચમાં ફુગાવો અપેક્ષા કરતા વધુ હતો.