Thailand trip cost from India for couple 2025: શું તમે વિદેશ પ્રવાસનું સપનું જોઈ રહ્યા છો પણ બજેટની ચિંતા છે? ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડ એક 'હોટ ફેવરિટ' ડેસ્ટિનેશન છે. વર્ષ 2024 માં અંદાજે 20 લાખ ભારતીયોએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. આ દેશની સુંદરતા, સસ્તું જમવાનું અને બજેટ હોટલ્સ તેને આકર્ષક બનાવે છે. જો તમારી પાસે 1,00,000 રૂપિયાનું બજેટ હોય, તો તમે તમારા પરિવાર સાથે એક અઠવાડિયા સુધી થાઈલેન્ડમાં આરામદાયક રજાઓ માણી શકો છો અને મન મૂકીને શોપિંગ પણ કરી શકો છો. અહીં જાણો ખર્ચનું સંપૂર્ણ સરવૈયું.
ભારતીય રૂપિયા સામે થાઈ બાટ (Currency) નું ગણિત
કોઈપણ દેશમાં ફરવા જતા પહેલા ત્યાંના ચલણનું મૂલ્ય જાણવું જરૂરી છે. 1,00,000 રૂપિયા લઈને થાઈલેન્ડ જવું એ એક ઉત્તમ નિર્ણય છે. એક્સચેન્જ રેટની વાત કરીએ તો, 1 ભારતીય રૂપિયો અંદાજે 0.35 થી 0.40 થાઈ બાટ (THB) બરાબર થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે 100 ભારતીય રૂપિયા આપો તો તમને બદલામાં 35 થી 40 થાઈ બાટ મળે છે. આ રકમ ત્યાંના ખર્ચ માટે પૂરતી છે.
ફ્લાઈટ ટિકિટ: વહેલા બુકિંગમાં ફાયદો
પ્રવાસના બજેટનો મોટો ભાગ ફ્લાઈટ ટિકિટમાં જતો હોય છે. ભારતથી થાઈલેન્ડ જવા માટે ફ્લાઈટનું ભાડું તમે કેટલા દિવસ અગાઉ બુકિંગ કરાવો છો તેના પર નિર્ભર છે.
સરેરાશ ખર્ચ: ₹15,000 થી ₹35,000 (આવવા-જવાનું ભાડું)
રહેવાનો ખર્ચ: લક્ઝરી કે બજેટ?
થાઈલેન્ડમાં રહેવા માટે તમને દરેક પ્રકારના વિકલ્પો મળી રહેશે.
બજેટ હોસ્ટેલ: 400 થી 800 THB (ભારતીય રૂપિયામાં અંદાજે ₹1,000 થી ₹2,000 પ્રતિ રાત્રિ).
મીડિયમ રેન્જ હોટેલ: 1,200 થી 2,000 THB (ભારતીય રૂપિયામાં અંદાજે ₹3,000 થી ₹5,000 પ્રતિ રાત્રિ).
ખાણી-પીણી અને લોકલ ટ્રાન્સપોર્ટ
થાઈલેન્ડનું સ્ટ્રીટ ફૂડ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તે ખૂબ સસ્તું પણ છે.
સ્ટ્રીટ ફૂડ: 1 પ્લેટ માટે 50 થી 120 THB (₹120 થી ₹300).
રેસ્ટોરન્ટમાં જમવાનું: 150 થી 250 THB (₹400 થી ₹600).
લોકલ ટ્રાન્સપોર્ટ: મેટ્રો અથવા બસની ટિકિટ 20 થી 50 THB (₹50 થી ₹120) માં મળી જાય છે. ટૂંકા અંતર માટે 'ટુક-ટુક' (રિક્ષા) ની સફર 80 થી 150 THB (₹200 થી ₹350) માં કરી શકાય છે.
ફરવાલાયક સ્થળો અને એક્ટિવિટીનો ખર્ચ
થાઈલેન્ડ ગયા હોવ અને ત્યાંની મસાજ ન કરાવો તો પ્રવાસ અધૂરો ગણાય.
થાઈ મસાજ (1 કલાક): 250 થી 400 THB (₹600 થી ₹1,000).
આઈલેન્ડ ટૂર: બોટ દ્વારા ટાપુઓની સફર માટે 800 થી 1,500 THB (₹2,000 થી ₹3,500).
નાઈટ ક્રૂઝ અને શો: 1,000 થી 2,000 THB (₹2,500 થી ₹5,000).
શોપિંગ લવર્સ માટે સ્વર્ગ: શું ખરીદવું અને ભાવ શું છે?
થાઈલેન્ડમાં શોપિંગ ખૂબ સસ્તી છે. તમે અહીંથી નીચે મુજબની વસ્તુઓ ખરીદી શકો છો:
કપડાં અને ફુટવેર: ટી-શર્ટ તમને 100 થી 300 THB (₹250 થી ₹700) અને ફેશન ફુટવેર 200 થી 600 THB માં મળી જશે.
હસ્તકલા અને લાકડાની વસ્તુઓ: ઘર સજાવટ માટે લાકડાના શિલ્પો અને હાથ બનાવટની વસ્તુઓ ખૂબ લોકપ્રિય છે.
બેન્જારોંગ પોર્સેલિન: હાથથી પેઈન્ટિંગ કરેલા રંગબેરંગી વાસણો અહીંની ઓળખ છે.
નારિયેળની પ્રોડક્ટ્સ: ઓર્ગેનિક કોકોનટ ઓઈલ, સાબુ અને ચોકલેટ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે.