નવી દિલ્હીઃ દુનિયાના કેટલાક દેશો હાલના સમયમાં કોરોના વાયરસના પ્રકોપથી ડરી ગયા છે, સંકટના સમયે કોઇપણ દેશ એવો નથી જ્યાં મોતનો આંકડો અટકવાનુ નામ લેતો હોય, અમેરિકા, ઇટાલી, સ્પેનથી લઇને ભારત સહિતના દેશમાં દિવસે દિવેસ કોરોનાથી મરનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડે પોતાના દેશમાં કોરોનાથી મૃત્યુઆંક રોકી દીધો છે, ખાસ વાત છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી મરનારા માત્ર બે જ લોકો છે.

તાજા રિપોર્ટ પ્રમાણે, ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1332 છે, અહીં છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસોમાં કમી આવી રહી છે, અને દેશમાં કોરોનાથી મરનારા માત્રે બે જ લોકો છે, અને 317થી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે.



ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર 30 લાખ છે, અહીં 15 દિવસનુ લૉકડાઉન પુરુ થઇ ચૂક્યુ છે, અને તેમાં તેઓ સક્સેસ ગયા છે. કોરોના સામેની લડાઇમાં ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડેને પગલા ભર્યા તે અંગે તેમને ગુરુવારે આપેલા એક ભાષણમાં કહ્યું કે, અમે ધીમે ધીમે સ્થિતિ પર કાબુ મેળવી રહ્યા છીએ, અમારી યોજના કામ કરી રહી છે.



જેસિન્ડા આર્ડેને કહ્યું કે અમે અમારી બહારના દેશ માટેની બોર્ડર સીલ કરી દીધી હતી, જે લોકો પ્રવેશ કરે છે તેમને બે અઠવાડિયા સુધી સરકારી ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા. આ નિયમ માત્ર ન્યૂઝીલેન્ડના નાગરિકો માટે જ લાગુ કર્યો હતો, કેમકે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર તો 20 માર્ચથી જ બેન લગાવી દેવામાં આવ્યો છે.



અમે દેશમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનુ જબરદસ્ત રીતે પાલન કરાવ્યુ હતુ, 28 ફેબ્રઆરીએ ન્યૂઝીલેન્ડમાં પહેલો કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો.

અમેરિકામાં 29 માર્ચે પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો અને બાદમાં મોતનો સિલસિલો શરૂ થયો હતો, અમે આ પરિસ્થિતિને જોઇે દેશમાં કડક નિયમોનુ પાલન કરાવવાનુ શરૂ કરી દીધુ હતુ. આજે અમારા દેશમાં કોરોનાથી મરનારા માત્ર બે જ લોકો છે.