PM Modi's US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પર દુનિયાભરની નજર છે. પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકી સરકાર અને અમેરિકામાં વસતા ભારતીયો રીતસરના થનગની રહ્યાં છે. હવે બાઈડન પ્રશાસને પીએમ મોદીની મુલાકાતના ગણતરીના દિવસો પહેલા જ ભારતીયોને મોટી ભેટ આપી છે. અમેરિકી સરકારે ગ્રીન કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેતા ભારતીયોને મોટો લાભ થશે. 


જો બાઈડેન વહીવટીતંત્રે અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે ગ્રીન કાર્ડની રાહ જોતા લોકો માટે પાત્રતાના માપદંડો પર નીતિ માર્ગદર્શિકા જારી કરીને નિયમો હળવા કર્યા છે.


એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) માટે પ્રારંભિક અને નવીકરણ અરજીઓ માટે પાત્રતા માપદંડો અંગે અમેરિકી સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા હજારો ભારતીય ટેક્નોલોજી પ્રોફેશનલ્સને મદદ કરશે તેવી અપેક્ષા છે. આ પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ કે કાયમી રહેઠાણ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.


'ગ્રીન કાર્ડ' સત્તાવાર રીતે સ્થાનિક નિવાસ કાર્ડ તરીકે ઓળખાય છે. તે અમેરિકામાં આવતા ઇમિગ્રન્ટ્સને જારી કરાયેલ દસ્તાવેજ છે કે તેના ધારકને કાયમી નિવાસનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.


દર વર્ષે અપાય છે આટલા ગ્રીન કાર્ડ


ઇમિગ્રેશન કાયદા હેઠળ દર વર્ષે લગભગ 1,40,000 રોજગાર આધારિત ગ્રીન કાર્ડ જારી કરવામાં આવે છે. જો કે, કોઈપણ એક દેશના લોકોને માત્ર સાત ટકા જ ગ્રીન કાર્ડ આપી શકાય છે.


FIIDSએ આ પગલાની કરી પ્રશંસા


ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS)એ આ પગલા બદલ USCISની પ્રશંસા કરી છે. FIIDS અનુસાર, આ પગલાથી મોટી સંખ્યામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મદદ મળશે.


PM મોદી 21 જૂનથી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનના આમંત્રણ પર 21 જૂનથી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે જશે. તેઓ 22 જૂને મોદીના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરશે. આ દરમિયાન મોદી 22 જૂને અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.


અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ


અમેરિકા જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર છે.   અમેરિકાના ગૃહ મંત્રાલયે વિઝા પૉલિસીમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 2023થી લાગુ પડનારી આ નવી વિઝાનીતિથી ભારતીય આઈટી નિષ્ણાતો સહિત અસંખ્ય વિદેશીઓને ફાયદો થશે. નવી વિઝા નીતિ પ્રમાણે અમેરિકાનું ગ્રીન મેળવવું વધારે સરળ બનશે. એચ-1બી વિઝાધારક કર્મચારીઓ પણ ગ્રીન કાર્ડનું ફોર્મ ભરી શકશે.


ક્યારથી થશે લાગુ


એચ-1બી વિઝા ધારકો માટે હવે ગ્રીન કાર્ડ મેળવવાનું આસાન થઈ જશે. 2021ના ડિસેમ્બરમાં જે પ્રસ્તાવ રજૂ થયો હતો તે હવે 2023માં લાગુ પડશે. ગૃહ મંત્રાલયે રજૂ કરેલા  પ્રસ્તાવ પ્રમાણે ભારત સહિતના વિદેશી નિષ્ણાતો માટે અમેરિકા આવવાનું વધુ સરળ બનશે. સ્ટાર્ટઅપ કંપનીઓ વિદેશી નિષ્ણાતોને સરળતાથી નોકરીએ રાખી શકે એવી ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન એચ-1બી વિઝા પૉલિસીને કડક બનાવી હતી, પરંતુ વર્તમાન પ્રમુખ જો બાઈડને તેને હળવી બનાવવાનો ચૂંટણીમાં વાયદો કર્યો હતો. એ પ્રમાણે હવે એચ-૧બી વિઝા પૉલિસીને મોર્ડન બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે.