બીઝિંગ: ચીનની સરકારી મીડિયાએ આજે કહ્યું છે કે ભારતે ગોવામાં યોજાઈ ગયેલા બ્રિક્સ-બિમ્સટેક સંમેલનનો ઉપયોગ પાકિસ્તાનની છબી ખરડવા માટે કર્યો હતો. આ સંમેલનમાં ભારતે પોતાને એક નિર્દોષ દેશ તરીકે રજૂ કરી એનએસજીની સભ્યતા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનવા માટે મજબૂત દાવેદારી નોંધાવી છે.
સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક લેખમાં કહ્યું હતું કે, ભારત-પાકની વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા ભારત દ્વારા બિમ્સટેકનો ઉપયોગ પોતાના માટે રણનિતિક રૂપે ફાયદાકારણ છે.
અખબારે વધુમાં કહ્યું, ભારતે પાકિસ્તાન સિવાય તમામ દેશોને આમંત્રિત કરીને પાકિસ્તાનને વિશ્વમાં અલગ-થલગ કરવાના પ્રયત્ન કર્યા હતા. ઉરી હુમલા પછી ઈસ્લામાબાદમાં થનાર દક્ષેસ સંમેલનમાં હાજરી ન આપીને ભારતના નિર્ણયનો ઉલ્લેખ કરતા અખબારે વધુમાં કહ્યું, દક્ષેસ સંમેલન રદ્દ થયા પછી ભારતને ક્ષેત્રીય સમૂહ પર ઈસ્લામાબાદનો કોઈ પણ જાતનો પ્રભાવ ન પાડવાનો એક દુર્લભ અવસર મળ્યો કારણ કે આ સમૂહ જલ્દીથી પાકિસ્તાનની અનુપસ્થિતિમાં ગોવામાં એકત્ર થઈ રહ્યો હતો.
લેખમાં કહેવામાં આવ્યું છે કે ગોવા શિખર સંમેલન દરમિયાન બિમ્સટેક ભારતે એક મહત્વપૂર્ણ ફેરફાર લાવવામાં સફળ રહ્યું હતું.