UNમાં ઇઝરાયલ વિરુદ્ધ ગયું ભારત, પેલેસ્ટાઇનના પક્ષમાં આપ્યો મત
abpasmita.in
Updated at:
21 Nov 2019 09:45 PM (IST)
ઇઝરાયલ, અમેરિકા, નાઉરૂ, માઇક્રોનેશિયા અને માર્શલ આઇલેન્ડે પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું.
NEXT
PREV
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની મંગળવારે થયેલી બેઠકમાં ભારતે પેલેસ્ટાઇનીઓને આત્મ સંકલ્પના અધિકાર સંબંધિત પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ભારત સહિત 165 દેશોએ પેલેસ્ટાઇનના પક્ષમાં મત આપ્યો હતો. ફક્ત ઇઝરાયલ, અમેરિકા, નાઉરૂ, માઇક્રોનેશિયા અને માર્શલ આઇલેન્ડે પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું.
જ્યારે ઓસ્ટ્રેલિયા, ગુએટંમાલા અને રવાડા સહિત નવ દેશો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. આ પ્રસ્તાવ ઉત્તર કોરિયા, ઇજિપ્ત, નિકારગુઆ, ઝીમ્બાબ્વે અને પેલેસ્ટાઇન દ્ધારા લાવવામાં આવ્યો હતો. પ્રસ્તાવ પર 19 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. આ મતદાન વિવાદીત પેલેસ્ટાઇન ક્ષેત્રમાં ઇઝરાયલી વસાહતને લઇને અમેરિકાની પોતાની નીતિ બદલ્યાના એક દિવસ બાદ કરાવવામાં આવ્યું હતું.
અમેરિકાએ પોતાના કબજા હેઠળના વેસ્ટ બેન્ક પર ચાર દાયકા જૂની પોતાની વિદેશ નીતિમાં ફેરફાર કર્યો છે. ઇન્ટરનેશનલ કાયદા અનુસાર, વેસ્ટ બેન્કમાં ઇઝરાયલ તરફથી વસાવાયેલી વસાહત ગેરકાયદેસર છે પરંતુ ઇઝરાયલ એવું માનતું નથી. બે દિવસ અગાઉ અમેરિકાએ પણ ઇઝરાયલનું સમર્થન કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સોમવારે કહ્યું હતું કે, વસાહતને ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ બતાવીને કાંઇ હાંસલ થયું નથી અને તેનાથી શાંતિનો માર્ગ ખુલ્લો નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -