ઇસ્લામાબાદઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને વિતેલા વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન એફ-16 ફાઇટર જેનને તોડી પાડ્યું હતું. જોકે ત્યાર બાદ તેમનું વિમાન પણ ક્રેશ થઈ ગયું હતું અને તે પીઓકેમાં પડ્યું હતું. આ મુદેદ પાકિસ્તાનમાં આજે પણ રાજનીતિ ચાલુ છે. પાકિસ્તાનના એક સાંસદે બુધારે સંસદમાં બોલતા દાવો કર્યો કે, ભારતના હુમલાના ડરથી ઇમરાન ખાન સરાકારે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન વર્ધમાનને અચાનક જ છોડી દેવામાં આવ્યા હતા, જેને પાકિસ્તાનની સેનાએ અટાકયત કરી હતી.
પાકિસ્તાની સાંસદ અયાજ સાદિકે સંસદમાં દાવો કર્યો કે, “મને યાદ છે, મહમૂદ, શાહ કૂરેશી એ બેઠકમાં હાજર હતા જેમાં ઇમરાન ખાને આવવાની ના પાડી દીધી હતી. કુરૈશીના પગ ધ્રુજી રહ્યા હતા, માથા પર સીનો હતો. અમે કુરૈશીને કહ્યું, તેને પરત જવા દો, કારણ કે 9 કલાકે રાત્રે ભારત પાકિસ્તાન પર હુમ્લો કરી રહ્યું છે.”
અયાજ સાદિકે આગળ કહ્યું કે, ભારત કોઈ હુમલો કરવાનું ન હતું. પાકિસ્તાન સરકારે માત્ર ઘુંટણીયે આવીને અભિનંદનને પરત મોકલવાનો હતો, જે તેમણે કર્યું.