Brahmos Air Launched Missile: ભારત સતત પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરી રહ્યું છે, ચીન અને પાકિસ્તાનને મજબૂતાઇથી સબક શીખવાડવા માટે ભારત પોતાની મિસાઇલ ક્ષમતા પણ વધારી રહ્યું છે. આ કડીમાં હવે ભારતીય વાયુસેનાને બ્રહ્મોસ એર લૉન્ચ મિસાઇલ (BrahMos Air-Launched Missile)ની એક્સ્ટેન્ડેડ રેન્જનું સફળ ટેસ્ટિંગ કર્યુ છે. બંગાળની ખાડીમાં એસયૂ-30 એમકે આઇ વિમાનથી લક્ષ્ય પર સટીક હુમલો કરતા જ મિસાઇલે મિશન ઉદેશ્યને હાંસલ કર્યુ.  


સુખોઇ વિમાનથી પ્રક્ષેપમ યોજના પ્રમાણએ થયુ અને મિસાઇલે બંગાળની ખાડી ક્ષેત્ર (Bay of Bengal Region) માં ટાર્ગેટ પર સીધો હુમલો કર્યો. 


બ્રહ્મોસ મિસાઇલ એક્સટેન્ટેન્ડેડ રેન્જનુ સફલ ટેસ્ટિંગ - 
સુખોઇ-30 એમકેઆઇ (Su-30MKI) વિમાનના બેસ્ટ પ્રદર્શનની સાથે એર લૉન્ચ બ્રહ્મોસ મિસાઇલની એક્સટેન્ટેડ રેન્જ ક્ષમતા ભારતીય વાયુસેનાને એક રણનીતિક લીડ આપશે. આ પહેલા ભારતીય વાયુસેનાની પશ્મિમી કમાન 29 નવેમ્બરે જમીનથી જમીન પર પ્રહાર કરનારી બ્રહ્મોસ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલનો ટેસ્ટ કર્યો હતો, આ પરીક્ષણ ભારતીય સેનાની અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ તરફથી કરવામાં આવ્યો હતો. 






બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. ભારતના DRDO અને રશિયાનું NPOM મિસાઇલના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ માટે સંયુક્ત રીતે કામ કરે છે. 


બ્રહ્મોસમાં Brah એટલે ‘બ્રહ્મપુત્ર’, જ્યારે Mosઅર્થ ‘મોસ્કવા’ (Meaning of BrahMos). મોસ્કવા એ રશિયામાં વહેતી નદીનું નામ છે. આ મિસાઈલની ગણતરી 21મી સદીની સૌથી ઘાતક અને ખતરનાક મિસાઈલોમાં થાય છે. તે દુશ્મનના રડારથી સરળતાથી બચી શકે છે. આ મિસાઈલની ચોકસાઈ તેને અન્ય હથિયારોથી અલગ બનાવે છે.