હ્યુસ્ટનઃ ભારતીય મૂળની અમેરિકન કિશોરીને એક અનોખી શોધ માટે 25 હજાર અમેરિકન ડોલરનું ઈનામ જીત્યું છે. આ શોધ કોવિડ-19ની સંભવિત સારવારમાં ઉપયોગી થઈ શકે છે. અનિકા ચેબરોલૂ(14)એ આ રકમ '3એમ યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ’માં ટોપ-10માં આવવા માટે મળી છે. આ અમેરિકાની અગ્રણી માધ્યમિક વિદ્યાલય વિજ્ઞાન સ્પર્ધા છે. 3એમ મિનેસોટામાં આવેલી એક અમેરિકન કંપની છે.


3એમ ચેલેન્જ વેબસાઇટ મુજબ, ગત વર્ષે એક ગંભીર ઈન્ફ્લૂએંજા સંક્રમણનો સામનો કર્યા બાદ ચેબરોલૂએ આ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. તે ઈન્ફ્લૂએંજાની સારવાર ઈચ્છતી હતી. કોવિડ-19 બાદ બધું બદલાઈ ગયું અને સાર્સ-સીઓવી-2 સંક્રમણ પર ધ્યાન કેન્દ્રીય કર્યું.



ઈનામની રકમની સાથે 3એમની વિશેષ મેંટરશીપ પણ મળી છે. ચેબરોલૂએ કહ્યું, હું અમેરિકાના ટોચના યુવા વૈજ્ઞાનિકોના લિસ્ટમાં સામેલ થઈને ખુશ છું.

કોરોનાવાયરસઃ અમદાવાદ માટે શું છે રાહતના સમાચાર, કયા ઝોનમાં કેટલા છે એક્ટિવ કેસ, જાણો વિગત

યુપીના આ ધારાસભ્યે લોકપ્રિય ગાયિકાને હોટલમાં બોલાવી બાંધ્યા શારીરિક સંબંધ, વીડિયો કોલ પર ગાયિકાને નગ્ન થવાનું કહેતા ને..