નવી દિલ્હીઃ કારના રજિસ્ટ્રેશન નંબરને લઈને લોકોમાં ગજબનો ક્રેઝ જોવા મળતો હોય છે. જેમાં ભારતીય નબંર પ્લેટ અને રજિસ્ટ્રેશન માટે બોલી લગાવવા માટે જાણીતા છે. વિદેશમાં આ મનપસંદ નબર માટે જે બોલી લગાવવામાં આવી છે તેમાં ફરીથી એક ભારતીયએ બધાને ચોંકાવી દીધા છે. વાત છે દુબઈમાં રહેતા એક ભારતીય વેપારીની જેણો પોતાની કર પર પોતાની પસંદ નો નંબર લેવા માટે 60 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

બલવિંદર સિંહ સાહનીએ ‘ડી 5’ નંબર માટે આટલી મોટી રકમ ખર્ચ કરી છે. જેની દુબઈ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ હરાજી કરી છે. બલવિંદર સિંહ સાહની દુબઈમાં અબૂ સબા નામથી પણ જાણીતા છે.



સાહનીને વિશેષ સંખ્યાઓની સીરીઝ ભેગી કરવાનો શોખ છે. આ પહેલા પણ બલવિંદર સાહનીએ દુબઈમાં ’05’ રજિસ્ટ્રેશન નંબર ખરીદ્યો હતો. જેના માટે તેણે 25 મિલિયન દિરહમ એટલે કે અંદાજે 45.3 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.



બલવિંદરનું કહેવું છે કે તે ભવિષ્યમાં પણ આ પ્રકારની નંબર પ્લેટોની બોલી લગાવશે છે. D5 રજિસ્ટ્રેશન નંબર ઈતિહાસમાં વેચાનારી સૌથી મોંઘા નંબરની પ્લેટોમાંથી એક છે. દુબઈ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા આયોજન કરેલી બોલી પ્રક્રિયામાં 80 નંબર પ્લેટોની બોલી લગાવવા માટે લગભગ 300થી વધારે બોલી બોલનારાઓને સામેલ કરવામાં આવ્યા હતા. સાહની ઘણી લક્ઝરી કાર અને રોલ્સ રોયસ વાહનોનો માલિક છે. તેના ગેરેજમાં 100થી વધારે કારો સામેલ છે.