કાબુલ: અફઘાનિસ્તાનના કાબુલમાં ગુરુવારે સવારે ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હતાં. જેમાં  સાત લોકોનો મોત થયા હતા. અધિકારીઓની જાણકારી અનુસાર આ ધમાકામાં સાત લોકોના મોત સિવાય 21 લોકોસ પણ ઘાયલ થયા છે. સરકાર દ્વારા દાવો કરવામાં નથી આવ્યો પણ આશંકા વ્યક્ત કરી છે કે બમ વિસ્ફોટ તાલિબાન દ્વારા કરવામાં આવ્યો હશે.

કાબુલ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે બાઈક પર સવાર એક આત્મઘાતી હુમલાવરે ખાણ અને પેટ્રોલિયમ મંત્રાલયના કર્મચારીઓને લઈ જઈ રહેલી એક બસને નિશાન બનાવી હતી. વિસ્ફોટમાં થયેલા મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે કાબુલમાં હાલમાં જ 19 જુલાઈએ થયેલા એક આતંકી હુમલામાં નવ લોકોના મોત થયા હતા જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા.