નવી દિલ્હીઃ વિદેશ ફરવા ગયેલો ભારતીય પરિવાર હોટલનો સામાન ચોરતા ઝડપાયો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. બે મિનિટ 20 સેકન્ડના આ વીડિયો ઇન્ડોનેશિયાના બાલીનો છે. વીડિયોમાં હોટલનો એક કર્મચારી રિસોર્ટ બહાર ભારતીય પરિવારની બેગની તપાસ કરતો જોવા મળી રહ્યો છે. પહેલા તો ભારતીય પરિવાર હોટલ સ્ટાફ સાથે ચર્ચા કરવા લાગે છે પરંતુ હોટલના કર્મચારી તેના સામાનની તપાસ કરવાનું ચાલુ રાખે છે. હોટલના સ્ટાફે ભારતીય પરિવારના સામાનમાંથી તમામ ચીજો બહાર કાઢી હતી જેની તેમણે ચોરી કરી હતી.


આ સામાનમાં ટુવાલ, ઇલેક્ટ્રોનિક  અને સજાવટનો સામાન સિવાય અન્ય ચીજો પણ સામેલ હતી. વીડિયોમાં એક મહિલા વ્યક્તિને કહે છે કે અમે માફી માંગીએ છીએ કે આ એક ફેમિલી ટુર છે અમે તમને પેમેન્ટ કરી દઇશું. અમને જવા દો કારણ કે અમારે ફ્લાઇટ પકડવાની છે. આ ભારતીય પરિવાર સતત પૈસા આપી દેવાની વાત કરી રહ્યો છે પરંતુ હોટલનો કર્મચારી પૈસા લેવાનો ઇનકાર કરી દીધો છે.

હોટલના કર્મચારીએ કહ્યુ કે, હું  જાણુ છું કે તમારી પાસે પૈસા છે પરંતુ આ સન્માનજનક નથી. આ વીડિયો હેમંત નામના  વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં કેપ્શનમાં લખ્યું કે ભારત માટે ખૂબ  નિંદનીય ઘટના છે. જેમની પાસે ભારતીય પાસપોર્ટ છે. તેમને ધ્યાન રાખવું જોઇએ કે અમે દેશના એમ્બેસેડર છીએ અને આ પ્રકારનું વર્તન કરવું જોઇએ નહીં. ભારતે આ લોકોનો પાસપોર્ટ રદ કરી દેવો જોઇએ જે આપણી વિશ્વસનીયતા ખરાબ કરે છે.સોશિયલ મીડિયા પર આ  ઘટનાને લઇને યુઝર્સે કડડ પ્રતિક્રિયા આપી હતી. એક વ્યક્તિએ લખ્યું કે, આ તમામ ભારતીયો માટે ખૂબ શરમજનક છે.