16 વર્ષીય ભારતીય મૂળનો સ્પર્શ શાહ હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રીયગાન ગાશે અને તે પીએમ મોદીને મળવા ખૂબજ ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે સ્પર્શ શાહ રેપર, સિંગર, લેખક અને મોટિવેશનલ સ્પીકર છે, જે અમેરિકાના ન્યૂ જર્સીમાં રહે છે.
રિપોર્ટ્સ પ્રમાણે સ્પર્શ શાહને છેલ્લા થોડાક વર્ષોમાં 130 થી વધુ હાડકાઓ તૂટી ગયા છે. 16 વર્ષના સ્પર્શનને કુલ 100થી વધુ ફ્રેક્ચર છે. તે બીમારીના કારણે ચાલી પણ નથી શકતો. માર્ચ 2018માં રિલીઝ થયેલી ‘બ્રિટલ બોન રેપર’ નામની એક ડૉક્યૂમેન્ટ્રીમાં સ્પર્શ શાહની જીવનયાત્રાને દર્શાવામાં આવી છે. આ ફિલ્મ તેની બીમારી સામે લડવા પર ફોકસ કરે છે.
સ્પર્શ શાહ હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રગાન ગાવા માટે ઉત્સાહિત છે. તે કહે છે કે મારા માટે આ ખૂબજ મોટી વાત છે કે હું આટલા બધા લોકો સામે ગાઈ રહ્યો છું. મેં પહેલીવાર મોદીજીને મેડિસન સ્ક્વાયર ગાર્ડન પર જોયા હતા, હું તેઓને મળવા માંગતો હતો પરંતુ તેમને માત્ર ટીવી પર જ જોઈ શક્યો.
સ્પર્શે આગળ કહ્યું કે ભગવાનની દુઆ છે કે હું તેઓને મળવા જઈ રહ્યો છું અને રાષ્ટ્રગાન ગાવા માટે પણ ઉત્સાહિત છુ. સ્પર્ષ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે એમિનેમ ગીત ‘નૉટ અફ્રેડ’ ને કવર કરતો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોને ઓનલાઈન પર 65 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો.