નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા ત્યાં તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન નરેન્દ્ર મોદી જે કર્યું તેની ભારત સહિત દુનિયામાં ઘણી પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે ગુલદસ્તો આપવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી એક પાંખડી જમીન પર પડી ગઈ હતી અને મોદીને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાંથી કોઈ વસ્તુ જમીન પર પડી ગઈ છે તો તેમણે તે ઉપાડી લીધી હતી.

નરેન્દ્ર મોદી અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટેનમાં પહોંચ્યા હતાં ત્યાં એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર ક્રસ્ટોફર ઓલ્સન, ભારતમાં અમેરિકાના રાજદૂત કેન્નેથ જસ્ટર અને અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલા વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ઉપસ્થિત હતા.


આ દરમિયાન નરેન્દ્ર મોદીને એક મહિલા અધિકારીએ ગુલદસ્તો આપ્યો હતો અને તેમનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ ગુલદસ્તો લીધો હતો તે દરમિયાન તેમના હાથમાંથી એક ફુલની પાંખડી જમીન પર પડી ગઈ હતી. નરેન્દ્ર મોદીને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાંથી કંઈક પડી ગયું છે તેમણે તરત આ પાંખડીને જમીન પરથી ઉપાડી લીધી હતી.


નરેન્દ્ર મોદીએ જમીન પર પડેલ પાંખડી ઉપાડી લીધી તે જોઈને ત્યાં ઉપસ્થિતિ અધિકારીઓની સાથે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાંક યુઝર્સ કહી રહ્યા છે કે, અમેરિકાની ધરતી પર પણ વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ભૂલ્યા નથી.