નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે. આજે તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં 50 હજાર ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે. આ પ્રવાસ પર વડાપ્રધાન મોદી 24 સપ્ટેમ્બરના રોજ ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પરંતુ તેમના આ સન્માન અગાઉ ત્રણ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓએ મોદી વિરુદ્ધ ગેટ્સ ફાઉન્ડેશનને પત્ર લખ્યો અને સન્માન પાછુ લેવાની વિનંતી કરી હતી.
નોબેલ પુરસ્કારના ત્રણ વિજેતાઓને સંયુક્ત રૂપે ગેટ્સ ફાઉન્ડેશને લખેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કરતા લખ્યુ હતું કે, મોદી રાજમાં ભારતમાં ખતરનાક અને ખૂબ અરાજકભર્યો માહોલ બની રહ્યો છે જેને સતત માનવ અધિકારો અને લોકતંત્રને કમજોર કર્યું છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓમાં શિરીન અબાદી સૌથી મોટો ચહેરો છે. શિરીન અબાદી 2003ની નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે જ્યારે તેમના સિવાય 2011માં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા તવાક્કુલ અબ્દીલ સલમાન કામરાન અને 1976ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મેરિયડ મૈગુઅર સામેલ છે.
ગેટ્સ ફાઉન્ડેશને લખેલા પત્રમાં કહ્યું કે, અમે લાંબા સમયથી દુનિયાભરમાં બિલ અને મલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના શાનદાર કાર્યના પ્રશંસક છે. જે રીતે તમે પરોપકાર સાથે જોડાયેલા કામો કરો છો તે એક સારા જીવનનો રસ્તો નક્કી કરે છે. અમે મહાત્મા ગાંધી અને તેમના દ્ધારા બનાવાયેલા રાષ્ટ્ર સન્માન, સહિષ્ણુતા અને સમાનતાના પણ પ્રશંસક છીએ. વાસ્તવમાં ગાંધી વિચાર તમારા સંગઠનમાં પણ છે કારણ કે તમારી વેબસાઇટ પર પ્રથમ સંદેશ તમામ જીવનનું સમાન મૂલ્ય છે.
નોબેલ વિજેતાઓએ ગેટ્સ ફાઉન્ડેશનને લખ્યો પત્ર, PM મોદી પાસેથી એવોર્ડ પરત લેવાની કરી અપીલ
abpasmita.in
Updated at:
22 Sep 2019 08:46 AM (IST)
આ સન્માન અગાઉ ત્રણ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓએ મોદી વિરુદ્ધ ગેટ્સ ફાઉન્ડેશનને પત્ર લખ્યો અને સન્માન પાછુ લેવાની વિનંતી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -