ઈસ્લામાબાદ: ભારત-પાક સંબંધોને લઈને તણાવ ચાલે છે ત્યારે પાકિસ્તાની ઈલેક્ટ્રોનિક મીડિયાની સંસ્થાએ એલાન કર્યું છે કે 16 ઓક્ટોબરથી એ ચેનલોનું પ્રસારણ રદ્દ કરવામાં આવશે, જે ગેર કાનૂની રીતે ભારતીય કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. એક દિવસ પર ભારતીય ટેલીવિઝનના કાર્યક્રમને પ્રસારણની અવધી આપવા મામલે પરસ્પર આદાન-પ્રદાનની શર્ત રાખવામાં આવી હતી.

પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા નિયામક પ્રાધિકરણના અધ્યક્ષ અબસાર આલમને અધિકાર આપવામાં આવ્યા છે કે કોઈપણ કંપનીના લાઈસેંસ એક પણ નોટીસ વગર રદ્દ કરી શકે છે, જે ગેર કાનૂની રીતે ભારતીય કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. પેમરાની કાલે મળેલી બેઠકમાં ગેર કાનૂની રીતે વિદેશી કાર્યક્રમ દેખાડવા અને આ રીતના કાર્યક્રમો પર રોક લગાવવા માટે 15 ઓક્ટોબર સુધીની સમય મર્યાદાની બેઠકમાં વાતચીત થઈ હતી.