નવી દિલ્લી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ પરવેઝ મુશરફે કહ્યું દરેક દેશના પોતાના હિત હોય છે. સંયુક્ત રાષ્ટ્રમાં રાજકીય દબાણ કરી નિર્ણય કરવામાં આવે છે. અમેરિકા સાથે અમારી નારાજગી છે. ભારત પોતાના કોક્સનો ઉપયોગ કરી યૂએનમાં બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવે છે, અમારી વિરૂધ્ધમાં પ્રસ્તાવ દાખલ કરવામાં આવે છે, આ ત્યારે શક્ય બને જ્યારે તમે અંદરના સ્તરથી નબળા હોય. જો યુધ્ધ થશે તો અમે હારી પણ શકીએ છીએ. ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે મુશરફે કહ્યું બંને દેશો પાસે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની ક્ષમતા છે, રાતના અંધારામાં બંને દેશો હુમલો કરી શકે છે. મુશરફે કહ્યું અમે ભૂટાન નથી, અમે પાકિસ્તાન છીએ, અમારી સેના તાકતવર છે. એમ ન સમજવું કે અમે લોકો મૌન રહીશું.

મુશરફે એક ટીવી ચેનલને કહ્યું કે ભારત નાના દેશોને પ્રભાવિત કરે છે. જેના કારણે ભારતે પાકિસ્તાનમાં જવાની મનાઈ કરી જેથી ભૂટાન અને બાંગ્લાદેશ જેવા નાના દેશ પણ પાકિસ્તાનમાં આવવાની મનાઈ કરવા લાગ્યા છે. ઉરી જેવા નાના હુમલાને ભારત આંતરરાષ્ટ્રીય સ્તર લઈ જવાની કોશિશ કરે છે.