નવી દિલ્હીઃ કોરોના વાયરસ અસ્તિત્વમાં આવ્યે પાંચ મહિના થઈ ગયા છે ત્યારે દેશ વિદેશમાં કોરોનાની રસી માટે કામ ચાલી રહ્યું છે. અનેક લેબમાં વૈજ્ઞાનિકો દિવસ રાત મેહનત કરી રસી બનાવવા પર કામ કરી રહ્યા છે. બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા ઓક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે મળીને રસી બનાવી રહી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે વાયરસ વિરૂદ્ધ આ રસી કારગર થસે અને સપ્ટેમ્બર સુધીમાં તે બજારમાં આવી જશે.

હાલમાં એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે, તે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે મળીને રસી પર કામ કરી રહી છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. કંપનીએ કહ્યું કે, સપ્ટેમ્બર સુધીમાં બજારમાં બે અબજ ડોઝ તૈયાર થઈને બજારમાં આવી જશે. ઉપરાંત અમેરિકાએ પણ દાવો કર્યો છે કે, તેણે 20 લાખ રસીના ડોઝ તૈયાર કરી લીધે છે અને તે સેફ્ટી ક્લિયરન્સ મળતા જ બજારમાં આવી જસે.

બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાએ એઝેડડી1222 (AZD1222)નું માસ પ્રોડક્શન શરૂ કરી દીધું છે અને સપ્ટેમ્બર સુધીમાં બે અબજ ડોઝ બજારમાં આવી જશે.

એસ્ટ્રાજેનેકાના ચીફ એક્ઝીક્યૂટિવ પાસ્કલ સોરિયાતે કહ્યું કે, ઓક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે મળીને રસીનું ઉત્પાદન શરૂ કર્યું છે. આશાછે કે બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણમાં સફળતા મળશે. પ્રથમ તબક્કામાં 18થી 55 વર્ષ 160 લોકો પર દવાનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે. બીજા અને ત્રીજા તબક્કામાં પરીક્ષણ 10,000 લોકો પર કરવામાં આવશે જેમાં બાળકો અને મોટા પણ સામેલ હશે.