બેઇજિંગઃ કોરોના મહામારીની આફથ બાદ હવે ચીનમાં પુરે ભયાનક તબાહી મચાવી દીધી છે. દક્ષિણ અને મધ્ય ચીનમાં છેલ્લા થોડાક દિવસોથી પરિસ્થિતિ એકદમ ગંભીર થઇ ગઇ છે. દક્ષિણ ચીનનો એક મોટો વિસ્તાર પાણીમાં ડુબી ગયો છે. હજારો લોકોને ઘર વિનાનુ થવુ પડ્યુ છે, અને કરોડો રૂપિયાની સંપતિને નુકશાન પહોંચ્યુ છે. જુદાજુદા વિસ્તારોમાંથી લગભગ ડઝનેક લોકોના મોતના સમાચાર પણ છે.


રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ અને મધ્ય ચીનમાં 15 લાખથી વધુ લોકો પુરના કારણે અસરગ્રસ્ત થયા છે. 2 લાખથી વધુ લોકોને આપાતકાલિન સ્થિતિમાં સુરક્ષિત કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. પુરથી લગભગ 500 મિલિયન ડૉલરનુ નુકશાન થયાનુ અનુમાન છે. 1000થી વધુ ઘરો ધરાશાયી થયા છે. દક્ષિણ ચીનના ગુઆંગશીમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં છ લોકોના મોત અને એક શખ્સ ગાયબ થવાના રિપોર્ટ છે, હુનાનમાં સાત લોકોના મોત અને શખ્સ ગાયબ છે.

આગામી દિવસોમાં દક્ષિણ ચીન વિસ્તારમાં ભારે વરસાદ પડવાનુ અનુમાન છે. દેશમાં રાહત અને બચાવ કાર્ય માટે ટીમો ઉતારી દેવામાં આવી છે. આ ટીમો પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તેમના ઘરોમાંથી કાઢીને સુરક્ષિતિ સ્થાન પર પહોંચાડી રહી છે.

નોંધનીય છે કે અગાઉ 2019માં પણ ચીનમાં ભયાકન પુર આવ્યુ હતુ. તે દરિમયાન લગભગ 9300 ઘરોને નુકશાન પહોંચ્યુ હતુ. લગભગ 3.50 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવાયા હતા અને 61 લોકોના મોત થયા હતા. ખાસ વાત એ છે કે હંમેશા ભીષણ ગરમી બાદ ચીનમાં પુરની સ્થિતિ સર્જાય છે.