નવી દિલ્લી: ઉરી હુમલા બાદ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર જનરલ નસીર જંજુઆ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના વિદેશી મામલાના સલાહકાર સરતાજ અઝીઝે દાવો કર્યો છે કે બંને દેશોના એનએસએ વચ્ચે વાત-ચીત થઈ હતી અને આ બાદ બંને વચ્ચે એલઓસી પર શાંતિ રાખવા અંગે વાત થઈ હતી.

આ પછી ભારતના સરકારી સૂત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે બંને દેશોના એનએસએ વચ્ચે ફોન પર વાત થઈ હતી. પણ પહેલા ફોન કોણે કર્યો હતો તે અંગે જાણકારી મળી નથી.

એબીપી સંવાદાતા આશીષ સિંહે જણાવ્યું કે અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર બંને દેશો વચ્ચે એનએસએ સ્તરની વાતચીત થઈ હતી. અજીત ડોવાલ અને નસીર ખાન જાંજુઆ સાથે વાત કરી હતી અને બંને દેશો વચ્ચે સહમતિ બની હતી કે ભારત-પાકિસ્તાન સીમા પર તણાવને ઓછો કરવામાં આવે.