Indonesia Cyber Crime: એશિયાઈ દેશ ઈન્ડોનેશિયામાં તાજેતરમાં રિવેન્જ પોર્નનો એક કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં કોર્ટે સુનાવણી કરતા એક આરોપીને 6 વર્ષની સજા ફટકારી હતી. જોકે પીડિતાના પરિવારના સભ્યો કોર્ટના નિર્ણયથી ખુશ નહોતા. તેમનું કહેવું છે કે, ગુના પ્રમાણે આરોપીની સજા પૂરતી નથી. સંમતિ વિના સોશિયલ મીડિયા પર કોઈની અંગત તસવીર કે વીડિયો શેર કરવાને રિવેન્જ પોર્ન કહેવામાં આવે છે. જેને લઈને કોર્ટે હવે આરોપીને જે સજા ફટકારી છે તેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. 


બીબીસીના અહેવાલ મુજબ આરોપીનું નામ અલ્વી હુસૈન મુલ્લા છે. કોર્ટે જેલની સજા ઉપરાંત અલ્વી હુસૈન પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. પીડિતાના ભાઈએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, અમારા પરિવાર સાથે જે પણ થયું છે તેની પીડિતા પર ઊંડી અસર પડી છે.


પોલીસ કમિશનરે આ નિર્ણયને આવકાર્યો 


બીબીસીને માહિતી આપતા પીડિતાના ભાઈએ કહ્યું હતું કે, તે ફરી પોલીસને નવો રિપોર્ટ રજૂ કરશે અને આરોપીઓ વિરુદ્ધ જાતીય હિંસાનો કેસ દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે, આરોપી યુવકે તેની બહેનની અંગત તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


બીજી તરફ પોલીસ કમિશનર અમીના તારડીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે અને તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ અગાઉ ક્યારેય કોઈજ આરોપીને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા રોકવામાં આવ્યો નથી.


બળાત્કારનો વીડિયો વાયરલ કરવાની આપી હતી ધમકી 


પીડિતાના ભાઈ ઈમાને ટ્વિટની મદદથી તેની બહેન સાથેની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી તેની બહેનને રેપનો વીડિયો વાયરલ કરવાની ધમકીઓ મળી રહી હતી. જેના કારણે તેની બહેન માનસિક યાતનામાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ગયા વર્ષે 14 ડિસેમ્બર, 2022ના રોજ એક અજાણ્યા ઇન્સ્ટા એકાઉન્ટમાંથી એક મેસેજ આવ્યો હતો. જેમાં ભાઈએ જોયું કે, તેની બહેન સાથે સંબંધિત એક વીડિયો છે.


વીડિયોમાં બહેન બેભાન અવસ્થામાં જોવા મળી રહી છે. ત્યાર બાદ બહેને આખી વાત ભાઈને કહી સંભળાવી હતી. વીડિયો જોતા ખબર પડી કે, તેની બહેન સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. બળજબરીથી આખે ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને માર પણ મારવામાં આવ્યો હતો. તેની બહેનને સીડી પરથી ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવી હતી.


https://t.me/abpasmitaofficial