નવા વર્ષના એક દિવસ પહેલા થયેલા ભારે વરસાદના કારણે રાજધાનીના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે અને હજારો લોકો ઘર વિહોણા થઈ ગયા છે. અધિકારીએ જણાવ્યું કે 1 લાખ 92 હજાર જેટલા લોકોને અસ્થાયી રાહત શિબિરમાં પહોંચાડવામાં આવ્યા છે.
નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે જે લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. એજન્સીએ જણાવ્યું કે ગ્રેટર જકાર્તા અને આસપાસના લેબક રીજેન્સીમાં 43 લોકોના મોતની પુષ્ટી થઈ છે. કેટલાક વિસ્તારોમાં પાણી સ્તર ઘટી રહ્યું છે. વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.