નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાના જોહાનિસબર્ગમાં એરપોર્ટ પર એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 10 વર્ષનો બાળક એક ટીશર્ટ પહેરીને પહોંચ્યો તો અધિકારીઓએ તેને પહેલા તો પોતાની પાસે બોલાવ્યો, ત્યાર બાદ તેને કંઇક એવું કરવા માટે કહ્યું કે તે હેરાન રહી ગયો.

10 વર્ષનો એક બાળક સ્ટેવી લુક્સ પોતાના પરિવારની સાથે 17 ડિસેમ્બરે ન્યૂઝીલેન્ડથી આફ્રીકા ગયો હતો. આ દરમિયાન જોહાનિસબર્ગ એરપોર્ટ પર ચેક ઇન દરમિયાન એરપોર્ટના અધિકારીઓએ સ્ટીવ લુક્સના ટીશર્ટ પર અજગરનું ચિત્ર જોયું. બાદમાં એરપોર્ટના અધિકારીઓએ સ્ટેવી લુક્સને કહ્યું કે તેની ટી-શર્ટથી બાકીના પેસેન્જર્સને મુશ્કેલી થઇ શકે છે, એવામાં તેને વિમાનમાં ચડતા પહેલાં પોતાની ટીશર્ટ ઉતારવી પડશે.



ત્યારબાદ બાળકના પરિવારજનોને આ વાત કહેવામાં આવી. વાતચીત બાદ અંતે લુક્સને પોતાની ટી-શર્ટ ઉતારવી પડી, ત્યારબાદ જ તેને વિમાનમાં જગ્યા મળી શકી. જો કે બાદમાં એરપોર્ટ અધિકારીઓએ તેના પર સ્પષ્ટતા પણ કરી. તેમણે કહ્યું કે બાકી પેસેન્જર્સ અને ક્રૂ-મેમ્બર્સની સુરક્ષાને જોતા આ પ્રકારના નિર્ણય લઇ શકાય છે. આથી આ નિર્ણય યોગ્ય છે.