રિપોર્ટ અનુસાર ક્રેશ થયેલુ બોઈંગ વિમાન 26 વર્ષ જૂનું હતું. રોયટર્સ અનુસાર બચાવકર્મીઓનું કહેવું છે કે, શહેરના સમુદ્રમાં વિમાનના સંદિગ્ધ કાટમાળ મળી આવ્યો છે.
એક સ્થાનીય કોસ્ટગાર્ડ શિપના કમાન્ડરે લોકલ મીડિયાને જણાવ્યું કે, શરીરના ટૂકડા અને વિમાનનો કાટમાળ ઈન્ડોનેશિયાઈ કિનારાના જાવા સાગરમાં વિખરાયેલા મલ્યા છે. સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.
ઈન્ડોનેશિયાના અધિકારીઓએ બોઈંગ 738-500 ક્લાસિક વિમાનના લોકેશન કન્ફર્મ કરવા માટે શોધખોળ અને બચાવ અભિયાન શરુ કરી દીધું છે. શ્રીવિજયા એરલાઈન્સનો જર્કાતાના સોએકરનોહાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યાના ચાર મિનિટની અંદર જ 10 હજાર ફૂટ ઈંચાઈ પહોંચ્યા બાદ સંપર્ક તૂટી ગયો હતો.
ઈન્ડોનેશિયાના પરિવહન મંત્રાલયના પ્રવક્તા અદિતા ઈરાવતીએ કહ્યું કે, બોઈંગ 737-500 વિમાન બપોરે 1.56 વાગ્યે જકાર્તાથી ઉડાન ભરી હતી અને 2.40 વાગ્યે તેનોસંપર્ક તૂટી ગયો હતો . તેમણે એક નિવેદનમાં કહ્યું કે, લાપતા વિમાનની તપાસ ચાલી રહી છે.