નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયામાં માછીમારોનુ એક જૂથ દરિયામાં માછલી પકડવા ગયા હતા પરંતુ તેમની જાળમાં માછલીના બદલે એવી ચીજ ફસાઇ જેનાથી તેની લાઇફ બદલાઇ ગઇ હતી. વાસ્તવમાં માછલીના બદલે માછીમારોની જાળમાં અનેક બોક્સ ફસાઇ ગયા હતા અને જ્યારે તેણે આ બોક્સને ખોલીને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા.


સ્થાનિક ન્યૂઝ વેબસાઇટ Suaraના જણાવ્યા અનુસાર, માછીમારના હાથમાં દરિયામાં માછલીના બદલે આઇફોન પ્રોડક્ટ્સના અનેક બોક્સ લાગ્યા હતા. આ બોક્સમાં આઇફોન્સ, આઇપેડ્સ અને મેકબુક ભરેલા હતા જેની કિંમત કરોડો રૂપિયા થાય છે.


એક માછીમારીએ આ ઘટનાનો વીડિયો બનાવીને પોતાનો ટિકટોક એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું કે નસીબ આ રીતે બદલાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બોટમાં અનેક બોક્સ પડેલા છે અને માછીમારના હાથમાં આઇપૈડ્સ અને મેકબુક છે.


 રિપોર્ટ અનુસાર માછીમારોનું એક જૂથ બાંગ્કા બેલિતુંગની નદીમાં માછલી પકડવા ગયુ હતું. આ વચ્ચે તેમની નજર પાણીમાં તરતા કેટલાક બોક્સ પર પડી.  બોટ બોક્સની નજીક લઇ ગયા અને બોક્સ ખોલીને જોયું તો તેમની આંખ પહોળી થઇ ગઇ હતી. વાસ્તવમાં આ તમામ બોક્સ એપલની પ્રોડક્ટ્સથી ભરેલા પડ્યા હતા. ટિકટોક પર માછીમારના આ વીડિયોને 1.8 મિલિયનથી વધુ વખત જોવાઇ ચૂક્યો છે. સાથે 118,500 યુઝર્સે તેને લાઇક કર્યો છે.


 


Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....


એક જ દિવસમાં Jioનો યૂ-ટર્ન: 24 કલાકની અંદર આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી, ડેટા પણ 90MB ઘટ્યો


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રત્ન છે, ખૂબ જ ચમત્કારી, 30 દિવસની અંદર જ જોવા મળે છે તેની અદભૂત અસર


Karnataka MLA Shocking Statement: “જબ રેપ હોના હી હૈ તો લેટો ઓર મજે લો” કોંગ્રેસના MLA રમેશકુમારે Assemblyમાં આપ્યું શરમજનક નિવેદન, સાંભળો શું કહ્યું