નવી દિલ્હીઃ દુનિયાભરમાં કેટલાક એવા દેશો છે જ્યાં હ્યૂમન રાઇટ્સ છે પરંતુ અમૂક દેશો એવા છે જ્યાં માનવ અધિકારોનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામા આવી રહ્યું છે. આ લિસ્ટમાં પહેલુ નામ નોર્થ કોરિયાનુ સામેલ છે. અહીં હવે દેશના તાનાશાહ પ્રમુખ કિમ જોંગ ઉને એક તઘલખી ફરમાન જાહેર કરી દીધુ છે, તે અંતર્ગત હવે કોઇને દેશમાં હંસવા દેવામાં નહીં આવે.


ખરેખરમા, નોર્થ કોરિયાના તાનાશાહ પ્રમુખ કિમ જોંગ ઉને પોતાના દેશમાં આ ફરમાન સંભળાવી દીધુ છે. આ ફરમાન કિંમ જોંગ ઉને તેમના પિતા અને દેશના પૂર્વ નેતા કિંમ જોંગ ઇલની 10મી પુણ્યતિથિ પ્રસંગે સંભળાવ્યુ છે. આ નવા ફરમાન અંતર્ગત આગામી 11 દિવસો સુધી દેશમાં ના કોઇ હંસી શકશે, ના કોઇ દારુ પી શકશે કે ના કોઇપણ જાતની ખુશી કે આનંદ માણી શકશે. જો આ ફરમાનની વિરુદ્ધ કોઇ ઉલ્લંઘન કરતુ ઝડપાશે તો તેને કડક સજા, મોત સુધીની સજા આપવામાં આવી શકે છે. ખરેખરમાં નોર્થ કોરિયામાં કિંમ જોંગ ઇલની પુણ્યતિથિને દેશમાં રાષ્ટ્રીય શોકના રૂપમાં મનાવવામાં આવી રહી છે. 


સૂત્રોએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાના લોકોને 17 ડિસેમ્બરે કિમ જોંગ ઇલના મૃત્યુની વર્ષગાંઠના રોજ કરિયાણાની ખરીદી કરવા જવાની મંજૂરી નથી. જોકે, સરકારી કંપનીઓને કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય શોકની અવધિમાં ગરીબો માટે ખાવાની4 વ્યવસ્થાનુ ધ્યાન રાખે. એક અંગ્રેજી અખબારના અનુસાર, જો આ દિવસે તમારા ઘરમાં કોઇનુ મૃત્યુ થઇ જાય છે, તો જોરજોરથી રડવાની અનુમતિ પણ નથી, અને શોક સમાપ્ત પુરો થયા બાદ જ મૃતદેહને બહાર કાઢી શકાશે. શોકના સમયગાળા દરમિયાન જેમનો જન્મદિવસ હોય તેમને તેની ઉજવણી કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી


 


આ પણ વાંચો- 


આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ


Pro Kabaddi 2021: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ કરતા પણ વધારે છે કબડ્ડીના આ બે ખેલાડીઓનો પગાર, જાણો વિગતે


2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર


રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી


Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ


Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....