કોરોનાના નવા ડેલ્ટા વેરિએન્ટે સમગ્ર વિશ્વને ચિંતામાં નાખી દિધુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર દુનિયાના આશરે 96 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ સામે આવી રહ્યા છે. ઘણા દેશોની સ્વાસ્થ્ય વ્યવસ્થા ડગમગી ગઈ છે. ઈન્ડિયોનેશિયામાં ડેલ્ટા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. 


ઈન્ડોનેશિયાઈ સરકારે ઓક્સીજનની અછતને દૂર કરવા માટે ઉત્પાદન વધારવા માટે કહ્યું છે. આ ત્યારે કહેવામાં આવ્યું છે જ્યારે જાવા દ્રીપના ડૉક્ટર સાર્ડજીતો જનરલ હોસ્પિટલમાં શનિવારે ઓક્સીજનની અછતના કારણે 60 થી વધારે દર્દીઓના મોત થયા છે. સોમવારે ઈન્ડોનેશિયામાં 29,745 નવા સીઓવીઆઈડી-19 કેસ અને 558 મોત નોંધાયા છે. 


Moderna Covid 19 Vaccine: ડેલ્ટા વેરિયંટ સામે કેટલી અસરદાર છે આ રસી


 


વિશ્વમાં હાલ કોરોનાનો ડેલ્ટા વેરિયંટ ફેલાઈ રહ્યો છે ત્યારે મોડર્નાની રસી આ વેરિયંટ સામે કેટલી અસરદાર છે તે જાણવું પણ જરૂરી છે. મોડર્ના વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અમેરિકામાં ત્રીજા તબક્કામાં 94 ટકા અસરદાર જણાઈ હતી. પરંતુ તેને ખૂબ ઓછા તાપમાનમાં રાખવાની જરૂર પડશે.









ભારતમાં શું છે કોરોનીની સ્થિતિ


 


ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત આઠમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,796 નવા કેસ આવ્યા હતા અને 42,352 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 723 સંક્રમિતોના મોત થયા હતા.   દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 4 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 97 લાખ 77 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.