Beer Powered Motorcycle : દુનિયામાં અવાર નવાર કેટલાક સંશોધનો થતા રહે છે. આજકાલ ઈન્ટરનેટ હાથ વગું હથિયાર બની ગયું છે. સોશિયલ મીડિયા પર પણ નવી અને અનોખી શોધો જોવા મળે છે. ઘણી વખત આશ્ચર્યજનક અને ચોંકાવનારા ઈનોવેશન સામે આવે છે. જે જોતા જ ખરેખર કહેવાનું મન થાય કે.... વાહ! આવું પણ શક્ય છે ખરૂં? આજે અમે તમને એવી જ એક અનોખી શોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમેરિકાની એક વ્યક્તિ જે તેની અસામાન્ય શોધને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. તેને બીયરથી ચાલતી મોટરસાઇકલ વિકસાવી છે. ખાસ વાત એ છે કે, તેનું અનાવરણ પણ કરવામાં આવ્યું છે.


કે મિશેલસન નામનો આ વ્યક્તિની નવી શોધમાં ગેસ સંચાલિત એન્જિનને બદલે હીટિંગ કોઇલ સાથે 14-ગેલન કેગ છે. ભૂતકાળમાં તે રોકેટ સંચાલિત શૌચાલય અને જેટ સંચાલિત કોફી પોટની શોધ કરી ચુક્યો છે. તે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર પણ રહી ચુક્યો છે.


કે મિશેલસને Fox9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોઇલ બીયરને 300 ડિગ્રી સુધી ગરમ કરે છે, ત્યાર બાદ નોઝલમાં સુપર-હીટેડ સ્ટીમમાં ફેરવાય જાય છે, જે બાઇકને આગળ ધપાવે છે. મિશેલસન કહે છે કે, મને ખરેખર સર્જનાત્મક બનવું ગમે છે. આ મોટરસાઇકલ વિશે એક વાત ચોક્કસપણે અલગ છે. મને એવી વસ્તુઓ કરવાનું મન થાય છે જે અન્ય લોકોએ પહેલાં ક્યારેય કરી જ ના હોય. તેથી જ હું સર્જનાત્મકતાનો આનંદ માણું છું.


તેણે એમ પણ કહ્યું હતું કે, ગેસની કિંમતો વધી રહી છે. તેણે કહ્યું હતું કે, હું ડ્રિંક નથી કરતો. તેથી હું બીયરને બળતણ તરીકે વાપરવા કરતાં વધુ સારી વસ્તુ વિશે વિચારી ના શકું.
 
મિશેલસનને રોકેટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે બિયરથી ચાલતી મોટરસાઇકલ હજી સુધી લોંચ કરવામાં આવી નથી. પરંતુ બીયરથી ચાલતા વાહને કેટલાક સ્થાનિક કાર શોમાં પહેલો નંબર મળ્યો છે. તેણે કહ્યું હતું કે, આ મોટરસાઇકલ 150 mph (240 kmph)ની ઝડપે ચાલે છે. ટૂંક સમયમાં જ તે બાઇકની ક્ષમતાઓ ચકાસવા ડ્રેગ સ્ટ્રીપ પર લઈ જશે. 


પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, આ શહેરમાં લિટરે 15 પૈસા વધ્યા, જાણો અન્ય શહેરમાં કેટલી છે કિંમત


 વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા વધારાની અસર ગુરુવારે સવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવો પર પણ જોવા મળી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે સવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘણી જગ્યાએ ફેરફાર જોવા મળી રહ્યા છે. જોકે, દિલ્હી-મુંબઈ જેવા દેશના ચાર મહાનગરોમાં આજે પણ છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં.


Car loan Information:

Calculate Car Loan EMI