Russia-Ukraine War: રશિયા અને યૂક્રેનની વચ્ચે યુધ્ધ હજુ પુરુ નથી થયુ ત્યાં જ એક મોટો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ છે કે યુકે યુનાઇટેડ કિંગડમ યૂક્રેનને સપોર્ટ કરી રહ્યું છે, આ બધાની વચ્ચે યૂકેની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, યૂનાઇટેડ કિંગડમના યૂક્રેનને મદદ કરવાની વાતને લઇને રશિયા નારાજ છે, આને બદલો લેવા માટે રશિયા યૂકે પર હુમલો કરી શકે છે.  


'ધ સન' છપાયેલા રિપોર્ટ અનુસાર, બ્રિટનની કાઉન્ટર ઇન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સી MI5ના વરિષ્ઠ અધિકારીઓએ હૉમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને તેની ટીમને રશિયન સેનાના હુમલાના ખતરા વિશે ચેતાવણી આપી છે. યૂનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને ચીફ સ્ટાર સ્ટીવ બાર્કલેને આ વાતથી સૂચિત કરી દેવામાં આવ્યા છે.  


ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે રશિયન સેના યૂનાઇટેડ કિંગડમ સાથે બદલો લેવા માટે હુમલો કરી શકે છે. યૂનાઇટેડ કિંગડમની ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. યૂનાઇટેડ કિંગડમ પર આ હુમલો તેને અપમાનિત કરવા માટે કરવામા આવી શકે છે. 


ઉલ્લેખનીય છે કે, રશિયા અને યૂક્રેન યુદ્ધમાં યૂનાઇટેડ કિંગડમ, યૂક્રેનનો ભરપુર સાથ આપી રહ્યું છે. યૂક્રેનને હથિયારોથી લઇને તમામ પ્રકારની મદદ યૂકે તરફથી કરવામા આવી રહી છે. આ વાતને લઇને રશિયા ગુસ્સે ભરાયુ છે, અને બદલો લેવા માટે હુમલાના ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે પુતિનની સેના યૂનાઇટેડ કિંગડમ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. 


આ પણ વાંચો......... 


Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો


Rajasthan News: રાજસ્થાનમાં બદલાશે મુખ્યમંત્રી ? જાણો અશોક ગેહલોતના મંત્રી શાંતિલાલ ધારીવાલે શું કહ્યું


Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા


Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા