Iran attack at Israel Espionage Headquarters: ઈરાને ઈરાકના અર્ધ-સ્વાયત્ત કુર્દીસ્તાન ક્ષેત્રમાં કેટલાક લક્ષ્યો પર બેલેસ્ટિક મિસાઈલો ફોડી છે, જેમાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે. રાજધાની એર્બિલ નજીક વિસ્ફોટ બાદ ચાર લોકોએ જીવ ગુમાવ્યા અને છ ઘાયલ થયા. હુમલા બાદ ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.


એવું કહેવાય છે કે, વિસ્ફોટનો અવાજ લગભગ 40 કિલોમીટર દૂર સુધી પહોંચ્યો હતો. ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડે આ હુમલા અંગે માહિતી આપી હતી. વિસ્ફોટોનો અવાજ નાગરિક રહેઠાણો તેમજ યુએસ કૉન્સ્યૂલેટના વિસ્તારમાં સંભળાયો હતો, જે એરબિલથી લગભગ 40 કિમી ઉત્તર-પૂર્વમાં છે. અમેરિકન અધિકારીઓએ ન્યૂઝ એજન્સી રૉઈટર્સને માહિતી આપી હતી કે મિસાઈલ હુમલાથી કોઈપણ અમેરિકન સુવિધા પ્રભાવિત થઈ નથી.


એક્શનમાં આવ્યા Iranના ગાર્ડ્સ, આમ આપ્યો જવાબ 
રૉયટર્સના અહેવાલ મુજબ, ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે મોસાદનું નામ લેતા કહ્યું કે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ ઈરાન વિરોધી આતંકવાદી જૂથો અને ઈઝરાયેલના જાસૂસી સ્થળો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. હુમલા બાદ કહેવામાં આવ્યું હતું કે તેઓએ ઈરાનમાં આતંકવાદી કાર્યવાહીમાં સામેલ લોકો સામે હુમલા શરૂ કરી દીધા છે.






આ અપરાધ છે - Kurdistan સરકારનું નિવેદન 
કુર્દિસ્તાન સરકારની સુરક્ષા પરિષદે આ હુમલાને ગુનો ગણાવ્યો હતો, જ્યારે ઈરાકી સુરક્ષા અને તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં કરોડપતિ કુર્દિશ ઉદ્યોગપતિ પેશરાવ ડિઝાઈ અને તેના પરિવારના કેટલાક સભ્યોનો સમાવેશ થાય છે. ડિઝાયીના ઘર પર રૉકેટથી હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ તેનું મોત થયું હતું. ડિઝાયી શાસક બર્ઝાની કુળની નજીક હતો. તેણે કુર્દીસ્તાનમાં મોટા રિયલ એસ્ટેટ પ્રૉજેક્ટ્સનું નેતૃત્વ કર્યું.


Israel તરફથી હુમલા પર ટિપ્પણી નહીં 
કુર્દિસ્તાનના સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે ઈરાની હુમલામાં એક રોકેટ કુર્દિશ ગુપ્તચર અધિકારીના ઘર પર પડ્યું અને બીજું કુર્દિશ ગુપ્તચર કેન્દ્ર પર પડ્યું. જો કે આ હુમલા અંગે લખાય છે ત્યાં સુધી ઈઝરાયેલ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.દરમિયાન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે એરબિલ એરપોર્ટ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, ઈરાન ઈરાકના ઉત્તરીય કુર્દિસ્તાન ક્ષેત્રમાં પહેલાથી જ હુમલા કરી ચુક્યું છે. તે કહે છે કે કુર્દીસ્તાન ક્ષેત્રનો ઉપયોગ ઈરાની અલગતાવાદી જૂથો દ્વારા તેના કટ્ટર દુશ્મન ઈઝરાયેલના ગુપ્તચર એજન્ટો સાથે કરવામાં આવે છે.