Iran Israel War Viral Video: ઈરાને આખરે શનિવારે (13 એપ્રિલ, 2024) અડધીરાત્રે ઈઝરાયેલ પર અનેક હુમલા ડ્રૉન અને મિસાઈલો લૉન્ચ કરીને તેના દૂતાવાસ પરના હવાઈ હુમલાનો જવાબ આપ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને ઈઝરાયેલ પર લગભગ 200 મિસાઈલો છોડી છે. આ પછી હિઝબુલ્લાહે પણ ઈરાન પર રૉકેટ છોડ્યા હતા.
ઈઝરાયેલે પોતાના આયર્ન ડૉમની મદદથી ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ઈરાનના હુમલાને કારણે ઈઝરાયેલમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. ઈરાનના મિસાઈલ હુમલા સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જુઓ વીડિયો -
1. આ રીતે ઈરાનના મિસાઈલ હુમલાનો ઈઝરાયલે આયર્ન ડૉમથી જવાબ આપ્યો.
2. એક સાથે અનેક મિસાઈલો છોડવામાં આવી.
3. આયર્ન ડૉમે લોકોના જીવ બચાવ્યા.
4. ઈરાનના હુમલાની અમેરિકા, બ્રિટન, જર્મની અને અન્ય ઘણા દેશો દ્વારા નિંદા કરવામાં આવી છે.
5. ઈરાને ઈઝરાયેલના નેવાટીમ એર બેઝને નિશાન બનાવ્યું, જેમાં એફ-35 ફાઈટર પ્લેન છે, જે દમાસ્કસમાં ઈરાની કૉન્સ્યૂલેટ પર તાજેતરના હુમલા માટે જવાબદાર છે.
6. 200 મિસાઇલોથી કરાયો હુમલો