તેહરાનઃ ઇરાનમાં થયેલ વિમાન દુર્ઘટનામાં મોહસેન અહમદીપોર નામના વ્યક્તિની ટિકેટ કેન્સલ થવાને કારણે જીવ બચી ગયો. જોકે મોહસેનની પત્ની રોજા આ વિમાનમાં સવાર હતી. એ ઉડાન રોજા માટે અંતિમ ઉડાન સાબિત થઈ. મીડિયા અહેવાલ અનુસાર, મોહસેન કેનેડાના ઓટાવામાં રહે છે. મોહસેન પોતાની પત્નીની સાથે પારિવારિક કાર્યક્રમમાં સામેલ થવા ઇરાન પહોંચ્યો હતો.


જે દિવસે વિમાન દુર્ઘટના થઈ એ દિવસે પોતાની પત્નીની સાથે કેનેડા પરત ફરવાનું હતું. ત્યારે જ પતિનિ ટિકિટ કેન્સલ થઈ ગઈ. પત્નીને લાગ્યું કે તે બીજી ફ્લાઈટમાં કીવ આવી જશે.

મોહસિન એરપોર્ટ ટર્મિલનની અંદર હતો ત્યારે તેને જાણકારી મળી કે કીવ જનારી ફ્લાઈટ ઉડાન ભરતા જ પરાંડ વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત તમામ 176 લોકો માર્યા ગયા.

ઇરાનની સેનાએ જાહેર કર્યું નિવેદન

ઇરાનની સેનાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, માનવીય ભૂલને કારણે યૂક્રેનનું પ્રવાસી વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. જણાવીએ કે 8 જાન્યુઆરીએ ઈરાનમાં યૂક્રેન વિમાન ક્રેશ થયું હતું.

બોઈિંગ 737-800એ ઇરાનમાં તેહરાનના ઇમામ ખુમૈની ઇન્ટરનેશન એરપોર્ટથી સવારે 6 કલાકને 12 મિનિટે ઉડાન ભરી હતી. પ્રવાસી વિમાન તેહરાનથી યૂક્રેનના કીવ જવાનું હતું પરંતુ ઉડાન ભરતાની બે મિનિટમાં જ વિમાને સિગ્નલ ગુમાવી દીધુ હતું.