પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, 'સુલતાન કબૂસ બિન સઈદ અલ સૈદના નિધન વિશે જાણી ખૂબ દુખ થયું છે. તેઓ એક દૂરદર્શી રાજનેતા હતા, જેમણે ઓમાનને એક આધુનિક અને સમુદ્ધ રાષ્ટ્રમાં બદલી નાખ્યું. તેઓ અમારા ક્ષેત્ર અને દુનિયા માટે શાંતિના પ્રતીક હતા.'
જ્યારે અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ સુલતાનના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું, 'સુલતાન કબૂસ ભારતના સાચા મિત્ર હતા અને તેમણે ભારત અને ઓમાન વચ્ચે એક સારી રાજનીતિક ભાગીદારી વિકસીત કરવામાં મજબૂત નેતૃત્વ પ્રદાન કર્યું હતું. હું હંમેશા તેમના તરફથી મળેલા સ્નેહનો આભારી રહીશ. તેમની આત્માને શાંતિ મળે.'
79 વર્ષના પશ્ચિમી સમર્થિત કબૂસે ખાડી અરબ રાજ્ય પર શાસન કર્યું હતું. કબૂસને કોઈ સંતાન ન હતી અને ન તો તેમણે સાર્વજનિક રૂપથી કોઈને ઉત્તરાધિકારી બનાવ્યા હતા.