તેહરાનઃ ઇરાને કુર્દસ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ અમેરિકા સામે આક્રમક અંદાજ અપનાવ્યો છે. આ બધાની વચ્ચે ઇરાન કે કૌમ સ્થિત મુખ્ય મસ્જિદ પર લાલ રંગનો ઝંડો (Red Flag) લહેરાવાયો છે. ઇરાનની સરકારી ટીવી ચેનલે બતાવ્યુ કે પવિત્ર શહેર કૌમમાં જમકારન મસ્જિદ (Jamkaran Mosque)ના ગુંબજ પર લાલ ઝંડો લહેરાવાયો છે. શિયા સમુદાયમાં લાલ ઝંડાનો અર્થ થાય છે કે બદલાની કાર્યવાહી કે પછી યુદ્ધનુ એલાન. અહીં કૌમ મસ્જિદ પર લાલા ઝંડો લહેરાવ્યાની સાથે સાથે લાઉડસ્પીકર પર દુઆ માંગતા સાંભળવામાં આવી 'યા અલ્લાહ, અપને રખવાલો કો ફીરસે દુનિયા પર ભેજો.'
સ્થાનિકોનુ કહેવુ છે કે, પવિત્ર કૌમ શહેરના ઇતિહાસમાં પહેલીવાર મસ્જિદ પર લાલ રંગનો ઝંડો લહેરાવવામાં આવ્યો છે.