ન્યૂયોર્કઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં 34 પોઝિટિવ દર્દી નોંધાયા છે, જ્યારે અમેરિકાના 28 રાજ્યોમાં કોરોના વાયરસના 329 મામલાની પુષ્ટિ થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 15 પર પહોંચી છે. કેલિફોર્નિયામાં ગ્રેન્ડ પ્રિન્સેસ ક્રૂઝ શિપના 21 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.


આ બાદ ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કૂમોએ આની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, સમયાંતરે લોકોને અપડેટ કરતા રહેવામાં આવશે. ઈમરજન્સી દરમિયાન તંત્ર અનેક મોટા પગલા ઉઠાવે છે. ઈમરજન્સી દરમિયાન કોઈપણ ચીજના ભાવ વધારવા કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે.


ગવર્નરે લોકોને હેન્ડ સેનિટાઇઝર જેવી વસ્તુનો સ્ટોક કરી લેવા અપીલ કરી છે. આ ઉપરાંત હેલ્પ લાઇન નંબર 800-697-1220 પણ જાહેર કર્યા છે. ઉપરાંત https://dos.ny.gov/consumerprotection/ પર ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે.


ગવર્નરે કહ્યું, ન્યૂયોર્કમાં કોરોના મામલાની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્વાનિક સ્વાસ્થ્ય વિભાગ આ વાયરસથી સંક્રમિત લોકોની વધતી સંખ્યાથી પરેશાન છે. અમારે તેના પર કાબૂ મેળવવો પડશે.

દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની થઈ શકે છે જાહેરાત, આ દિગ્ગજ ખેલાડી કરશે વાપસી

Yes Bank ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે કોઈપણ ATMમાંથી ઉપાડી શકશે રૂપિયા

મહિલા T20 વર્લ્ડકપઃ આજે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ