Hassan Nasrallah Death news: ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લાના નેતા સૈયદ હસન નસરાલ્લાહના મોત બાદ વૈશ્વિક સ્તરે હોબાળો થયો છે. દરમિયાન, એક ફ્રેન્ચ અખબાર લે પેરિસિયને દાવો કર્યો છે કે નસરાલ્લાહ માર્યા ગયા તેના કલાકો પહેલા, એક ઈરાની જાસૂસે ઈઝરાયેલના અધિકારીઓને ગુપ્ત ઠેકાણામાં તેની હાજરી વિશે માહિતી આપી હતી. અહેવાલમાં લેબનીઝ સુરક્ષા સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જાસૂસે જાણ કરી હતી કે નસરાલ્લાહ સંગઠનના ઘણા ટોચના કમાન્ડરો સાથેની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ બેરૂતમાં તેના ગુપ્તચર બંકરમાં જઈ રહ્યો હતો.


ધ ન્યૂયૉર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, હિઝબુલ્લા સામે ઈઝરાયેલની તાજેતરની સફળતાઓ ઈરાન સમર્થિત જૂથ સાથેના 2006ના યુદ્ધ પછી હિઝબુલ્લાને નિશાન બનાવવા માટે ગુપ્તચર એજન્સીને મજબૂત કરવામાં ખર્ચવામાં આવેલા સમયની પાછળ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલની સેના અને તેની ગુપ્તચર એજન્સીઓ 2006 દરમિયાન ચાલેલા 34 દિવસના સંઘર્ષમાં વિજય હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી. યૂએનની મધ્યસ્થી સાથે યુદ્ધનો અંત આવ્યો અને નુકસાન છતાં, હિઝબુલ્લા ફરીથી એકત્ર થઈ શક્યું અને આગામી યુદ્ધની તૈયારી કરી શક્યું.


ત્યારબાદ ઈઝરાયેલે હિઝબુલ્લા વિશે માહિતી એકત્ર કરવા માટે ઘણાં સંસાધનો તૈનાત કર્યા. NYT અહેવાલમાં જણાવાયું છે કે ઇઝરાયેલની સિગ્નલ ઇન્ટેલિજન્સ એજન્સી યૂનિટ 8200 એ હિઝબુલ્લાના સેલફોન અને અન્ય સંચારને વધુ સારી રીતે અટકાવવા માટે અત્યાધુનિક સાયબર મશીનો બનાવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વાયુસેના સહિત સૈનિકોને જરૂરી માહિતી તરત જ પહોંચાડી શકાય તે સુનિશ્ચિત કરવા માટે જૂથની અંદર નવી ટીમો બનાવવામાં આવી હતી.


પેજર્સ અને વૉકીટૉકીના હુમલા પર નસરલ્લાહએ આપી હતી ધમકી 
તાજેતરમાં, નસરાલ્લાહે પેજર્સ અને વૉકી-ટૉકી પરના હુમલા અંગે ઇઝરાયેલને ધમકી આપી હતી કે તે તેને પાઠ ભણાવશે. તમને જણાવી દઈએ કે પેજર અને વૉકી-ટૉકી હુમલામાં 2 દિવસમાં 37 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3,000 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ હિઝબુલ્લા સંપૂર્ણ રીતે ડરી ગયુ હતુ. તેના નેતા નસરાલ્લાહે હિઝબુલ્લાના સભ્યોને સેલફોન, પેજર અને વૉકી-ટૉકીનો ઉપયોગ કરવાનું બંધ કરવા કહ્યું હતું. એનવાયટીના અહેવાલ મુજબ, પેજર બુડાપેસ્ટની એક શેલ કંપની દ્વારા તાઈવાનની મદદથી બનાવવામાં આવ્યા હતા. આ પછી, તૈયાર પેજર લેબેનોન પહોંચતા પહેલા ઇઝરાયલી જાસૂસો દ્વારા વિસ્ફોટકો સાથે રોપવામાં આવ્યા હતા.


આ પણ વાંચો