બગદાદઃ ઇરાન સાથેના તનાવની વચ્ચે ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે, અમેરિકન દુતાવાસ પર ફરી એકવાર હુમલો થયો છે.

ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દુતાવાસની પાસે પાંચ રૉકેટથી હુમલો કરાયો છે. જોકે, એકપણ રૉકેટ દુતાવાસની નજીક નથી પડ્યુ, સુરક્ષા અધિકારીઓએ આ માહિતી આપી છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઇએ સ્વીકારી નથી.

એક સુરક્ષા સુત્રએ કહ્યું કે ત્રણ રૉકેટ ઉચ્ચ સુરક્ષા કેમ્પસમાં આવીને પડ્યા જ્યારે એક અન્યએ જણાવ્યુ કે, આ વિસ્તારમાં પાંચ રૉકેટ છોડવામાં આવ્યા હતા. બાદમાં ઇરાકી સુરક્ષા દળોના એક નિવેદન અનુસાર ઉચ્ચ સુરક્ષા વાળા ગ્રીન ઝોનમાં પાંચ રૉકેટ હુમલા કરાયા, જોકે આમાં અમેરિકન દુતાવાસનો ઉલ્લેખન નથી કર્યો.



સમાચાર એજન્સી એએફપીના પત્રકારોએ દજલા નદીના પશ્ચિમી કિનારે ધમાકાનો અવાજ સાંભળ્યો હતો. આ વિસ્તારમાં મોટાભાગના વિદેશી દુતાવાસો આવેલા છે. ઘટનામાં કોઇપણ પ્રકારની હાનિ વિશે હજુ સુધી કંઇપણ બહાર આવ્યુ નથી.