સમારાઃ અમેરિકા અને ઇરાનની વચ્ચે તનાવ યથાવત છે, આ બધાની વચ્ચે હવે ઇરાને ફરી એકવાર અમેરિકન સેનાના ઇરાકના કેમ્પો પર રૉકેટ હુમલો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે લગભગ 4 સૈન્ય ઠેકાણાઓ પર રૉકેટ હુમલો કરવામાં આવ્યો છે.


ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, આ રૉકેટ હુમલામાં 4 ઇરાનના સૈનિક ઘાયલ થયા છે. છેલ્લા બે અઠવાડિયામાં અમેરિકા અને ઇરાનની વચ્ચે સતત તનાવ વધી રહ્યો છે. આ બધાને ધ્યાનમાં રાખીને અલ-બલાદ એરબેઝ પર તૈનાત મોટાભાગના અમેરિકન પાયલટ પહેલાથી જ ત્યાંથી જઇ ચૂક્યા છે. અમેરિકન સૈન્યના કેમ્પો પર રૉકેટ અને મોર્ટારથી સતત હુમલા થઇ રહ્યાં છે. આ હુમલાઓમાં મોટાભાગના ઇરાકી સૈનિકો જ ઘાયલ થાય છે.

આવા સમયે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ઇરાનને ચેતાવણી આપી દીધી છે. ટ્રમ્પે ઇરાન દ્વારા એક પેસેન્જર વિમાનને તોડી પાડવાના વિરુદ્ધ રસ્તાંઓ પર ઉતરેલા પ્રદર્શનકારીઓની હત્યા કરવાને લઇને ઇરાનને ચેતાવણી આપી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન ડ્રૉન હુમલામાં ઇરાની કુર્દસ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની માર્યો ગયો હતો, ત્યારબાદ અમેરિકા અને ઇરાનના સંબંધોમાં સતત તનાવ જોવા મળ્યો છે. ઇરાને કહ્યું કે અને અમેરિકા સાથે આનો બદલો લઇશુ.