અમેરિકા અને ઈરાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ઈરાનની રાજધાની તહેરાન સ્થિત ઈમામ ખુમૈની એરપોર્ટની પાસે એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિમાન યુક્રેનનું હતું અને તેમાં 180 પેસેન્જર્સ સવાર હતા.


ઈરાની સમાચાર એજન્સીઓનું કહેવું છે કે, ટેક્નિકલ ખામી સર્જાતાં વિમાન ઉડાન ભર્યાં બાદ ક્રેશ થયું હોવાનું જણાવ્યું હતું. હાલ રાહત અને બચાવ કામ શરૂ કરી દેવામાં આવી છે.

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ISNAએ કહ્યું કે, બોઈંગ 737 જેટ એક ટેક્નિકલ ખામીના કારણે ટેક ઓફ કર્યાં બાદ તરત જ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. યુક્રેન જઈ રહેલા આ વિમાનમાં 180 પેસેન્જર્સ અને ચાલક દળના સભ્ય સવાર હતાં.

તમને જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ તણાવભરી સ્થિતિ છે. જોકે આજે ઈરાને ઈરાકમાં અમેરિકી સૈન્ય અડ્ડા પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ પહેલા અમેરિકાએ એર સ્ટ્રાઈક કરીને ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી દીધી હતી.