અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે બગદાદીને મારી નાખવામાં આવ્યો છે પરંતુ તેની જાહેરાત રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન સૈન્યએ પશ્વિમ સીરિયામાં રેડ નાખીને ઓપરેશન ચલાવ્યું હતું. નોંધનીય છે કે આ અગાઉ પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનને ઠાર મારવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર રેડ દરમિયાન બગદાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. તેના મૃતદેહના ડીએનએ ટેસ્ટ બાદ જ તેની પુષ્ટી કરી શકાશે.
આ અગાઉ અમેરિકન સંરક્ષણ મંત્રી એસ્પરે કહ્યું હતું કે, સીરિયામાં આઇએસઆઇએસને હરાવવા માટે વધારાની સૈનિક ટુકડીઓ અને ટેન્ક મોકલવવામાં આવશે. આ અગાઉ સીરિયામાં અમેરિકાએ ટેન્ક મોકલ્યા નહોતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, 500થી વધુ સૈન્ય ટુકડીઓ તૈનાત કરવામાં આવશે કારણ કે આઇએસઆઇએસ તેલ ભંડાર પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.