શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોમાં 10 ભારતીયો પણ સામેલ છે. 300માંથી કુલ 45 વિદેશી લોકો સામેલ છે. શ્રીલંકામાં આજે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, આ સત્રમાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. આજે દેશમાં શોક દિવસમાં મનાવવામાં આવી રહ્યો છે.
આ બ્લાસ્ટમાં જે 10 ભારતીયોના મોત થયા છે, તેમાં કર્ણાટકના રહેવાસી બે જેડીએસ કાર્યકર્તાઓ પણ સામેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.