Israel-Hamas War: સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર હમાસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ગાઝાથી રવાના થતા કાફલા પર ઈઝરાયલના હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. જેમાં 70 લોકોના મોત થયા હતા. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર સેના ગાઝા પટ્ટીમાં ઘૂસી ગઈ છે અને બંધકોને શોધી રહી છે. તો IDFએ જણાવ્યું હતું કે, સૈનિકો આતંકવાદીઓ સામે લડવા, શસ્ત્રોનો નાશ કરવા અને ગુમ બંધકો વિશે પુરાવા શોધવા ગાઝામાં પ્રવેશ્યા છે.


ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં ઘૂસી 
ઈઝરાયેલની સેના પહેલીવાર ગાઝા પટ્ટીમાં ઘુસી છે. IDFએ કહ્યું, સૈનિકોએ હમાસ સેલ સહિત ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા છે. હમાસે ઈઝરાયેલ પર એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલો લોન્ચ કરી હતી. IDFએ વધુમાં જણાવ્યું હતું કે, પાયદળ આતંકવાદીઓના વિસ્તારને સાફ કરવા અને ગુમ થયેલા ઇઝરાયલીઓને શોધવા માટે ગાઝા પટ્ટીમાં પ્રવેશ કર્યો હતો. અમે ગુમ થયેલા અને બંધકોની શોધ કરી રહ્યા છીએ.


 






હજારો લોકો દક્ષિણ ગાઝા તરફ જઈ રહ્યા છે
અલ જઝીરાના અહેવાલ મુજબ હજારો લોકો ઉત્તરી ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ જઈ રહ્યા છે. ગાઝાના ઉત્તરી અને મધ્ય વિસ્તારોમાંથી હજારો લોકો પગપાળા અને તેમની કારમાં દક્ષિણ ગાઝા તરફ આગળ વધી રહ્યા છે. ઈઝરાયેલે ઉત્તરી ગાઝામાં રહેતા લગભગ 11 લાખ લોકોને તે જગ્યા છોડવાની ચેતવણી આપી છે. ઇઝરાયેલે સરહદ પર મોટી સંખ્યામાં IDF ટેન્ક તૈનાત કરી છે.


ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ચીનનું નિવેદન
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધનું કારણ પેલેસ્ટાઈનીઓ સાથેનો 'અન્યાય' છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, વાંગે કહ્યું કે આ સમસ્યાનું મૂળ સ્વતંત્ર રાજ્યની સ્થાપના માટે પેલેસ્ટાઈનની આકાંક્ષાને સાકાર કરવામાં વિલંબ છે.


હમાસના આંતકીના ક્રુર હુમલા બાદ યુનાઇટેડ સ્ટેટ્સે આ અઠવાડિયે આતંકવાદીઓ દ્વારા ઘાતકી હુમલા બાદ ઇઝરાયેલને સમર્થન આપવા યુએસએસ ગેરાલ્ડ ફોર્ડ સહિત યુદ્ધ જહાજોનું એક જૂથ મોકલ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને રવિવારે જાહેરાત કરી હતી કે, યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડનું કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપ - નિયુક્ત એરક્રાફ્ટ કેરિયર, ગાઈડેડ મિસાઈલ ક્રુઝર યુએસએસ નોર્મેન્ડી અને ચાર ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (યુએસએસ થોમસ હડનર, રેમેજ, કાર્ને અને રૂઝવેલ્ટ) નો સમાવેશ કરીને પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર તરફ રવાના કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, 'હું અને મારી ટીમ અમારા ઇઝરાયલી સમકક્ષો સાથે ગાઢ સંપર્કમાં રહીશું જેથી કરીને ખાતરી કરી શકાય કે તેમના નાગરિકોની સુરક્ષા માટે અને આ જઘન્ય આતંકવાદી હુમલાઓ સામે પોતાનો બચાવ કરવા માટે તેમની પાસે જે જરૂરી છે તે બધું જ  છે.


તો બીજી તરફ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે 212 ભારતીય નાગરિકોને ઈઝરાયેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હવે બીજી બેચ પણ  શુક્રવારે સાંજે ઈઝરાયેલથી ઉપડી. ભારતે પોતાના નાગરિકોને બચાવવા માટે 'ઓપરેશન અજય' શરૂ કર્યું છે. ઇઝરાયેલથી ભારતીય નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે પ્રથમ ફ્લાઇટ ગુરુવારે મોડી સાંજે બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જેમાં યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં રહેતા 212 લોકો હતા, જે શુક્રવારે સવારે ભારત પહોંચી હતી.


યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેટઝોલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલ પહોંચ્યા.  અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન પણ શુક્રવારે તેલ અવીવ પહોંચ્યા હતા. તેલ અવીવ પહોંચીને લોયડ ઓસ્ટીને કહ્યું કે ઈઝરાયેલ માટે અમેરિકાનું સમર્થન મજબૂત છે.