Gaza Building Fire : ઈઝરાયેલના વિવાદાસ્પદ એવા ગાઝા ટ્રીપ વિસ્તારમાં ગીચ વસ્તી ધરાવતી જબાલિયા શરણાર્થી શિબિરમાં એક રહેવાસી ઈમારતમાં ભિષણ આગ લાગતા 21 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલનસ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 


ગાઝાના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે,ઘટનાસ્થળે મોટીસંખ્યામાં ગેસોલિન એકત્ર કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈમારતમાં આગ લાગી હતી. ચાર માળની ઈમારતના ચોથા માળે જ આગ લાગી હતી. જેથી અગ્નિશામક દળને આગ પર કાબુ મેળવવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબુ મેળવવામાં લગભગ એક કલાક જેટલો સમય લાગી ગયો હતો. ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે તેમને લોકોની બુમો અને ચીસો સ્પષ્ટ સાંભળાતી હતી પરંતુ આગ ભયાનક હોવાના કારણે અસરગ્રસ્તોની મદદ કરી શકતા નહોતા. 


હમાસે કહ્યું હતું કે, આગ લાગવાના કારણોની તપાસ લગાવવા માટે પ્રક્રિયા હાથ ધરીદેવામાં આવી છે. અલ ઝઝીરાએ પોતાના અહેવાલમાં જણાવ્યું  હતું કે, શહેરમાં નાગરિક સુરક્ષા સેવાઓ આ પ્રકારની ઈમર્જન્સી પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા સક્ષમ નથી. જ્યારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ  મહમૂદ અબ્બાસે આ ઘટનાને ત્રાસદી ગણાવી હતી અને એક દિવસનો શોક રાખવાની જાહેરાત કરી હતી. 


શરણાર્થી કેંપમાં રહે છે અધધ 23 લાખ લોકો 


પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ની કાર્યકારી સમિતિના મહાસચિવ હુસૈન અલ-શેખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈની પ્રાધિકરણે ઈઝરાયેલને ગંભીર બાબતોના પરિવહન માટે ગાઝા સાથે ઈરેજ ક્રોસિંગ ખોલવાનોઆગ્રહ કર્યો છે, જેથી કરીને ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી શકાય. જહેર છે કે, જાબાલિયા ગાઝામાં આઠ શરણાર્થી શિબિરોમાંની એક છે, જ્યાં 23 લાખ લોકો રહે છે. આ વિસ્તાર દુનિયાની સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાંનો એક છે. 


સંયુક્ત રાષ્ટ્રએ પણ વ્યક્ત કર્યો શોક


અલ-શેખે ટ્વિટર પર કહ્યું હતું કે,રાષ્ટ્રપતિએ તત્કાળ તમામ પ્રકારની તબિબિ અને અન્ય મદદ પુરી પાડવાના નિર્દેશ આપ્યા છે. ઈરેઝ ક્રોસિંગની વ્યવસ્થા સંભાળનારી ઈઝરાયેલી રક્ષા મંત્રાલયના એકમ  COGATના એકપ્રવક્તાએ જણાવ્યું હતું કે,  ઈઝરાયેલ જરૂરિયાતના આધારે મદદ પુરી પાડશે. જ્યારે સંયુક્ત રાષ્ત્તના મધ્ય પૂર્વ શાંતિ દૂત ટોર વેન્સલેન્ડે પણ ટ્વિટર પર એક પોસ્ટમાં ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિજનો પ્રતિ 'શોક સંવેદના' વ્યક્ત કરી છે.