North Korea Fires Ballistic Missile: અમેરિકાની ધમકી બાદ ઉત્તર કોરિયા (North Korea) એ ગુરુવારે (17 નવેમ્બર)એ પોતાના પૂર્વીય સમુદ્રી કિનાર તરફથી એક બેલેસ્ટિક મિસાઇલ (Ballistic Missile) છોડીને પોતાના ઇદારા સ્પષ્ટ કરી દીધા છે. ઉત્તર કોરિયાની આ હરકત બાદ અમેરિકામાં ગુસ્સે ભરાયુ છે, અને બાદમાં અમેરિકાએ (America) દક્ષિણ કોરિયા (South Korea) અને જાપાન (Japan)માં તૈનાત તેમના સૈનિકોની સુરક્ષાને લઇને નિર્દેશ જાહેર કરી દીધા છે 


અમેરિકાએ પોતાના તમામ સૈનિકોને તાત્કાલિક ઉત્તરીય જાપાનમાં એર બેઝમાં શરણ લેવા માટે કહ્યુ છે. મિસાવા ઇન્સ્ટૉલેશન કમાન્ડરે તમામ કર્મીઓને ઉત્તર કોરિયાની મિસાઇલ લૉન્ચ બાદ આગળની જાણકારી મળવા સુધી કવલ લેવા અને ઇન્જતાર કરવાનો નિર્દેશ આપ્યો છે.


અમરિકાએ પોતાના સહયોગી દક્ષિણ કોરિયા અને જાપાનની સુરક્ષાને લઇને દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવતા માટે આપેલા નિવેદન બાદ બોખલાયેલા ઉત્તર કોરિયાએ 17 નવેમ્બરે પોતાના પૂર્વીય સમુદ્રી તટ તરફથી એક બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. એટલુ જ નહીં દક્ષિણ કોરિયાના જૉઇન્ટ ચીફ ઓફ સ્ટાફને ઉત્તર કોરિયા તરફથી મિસાઇલના ટેસ્ટિંગ કરવાની સૂચના આપી, ઉત્તર કોરિયાની આ મિસાઇલ લૉન્ચિંગની અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા અને સંયુક્ત રાષ્ટ્ર પણ નિંદા કરી રહ્યું છે. 


North Korea-South Korea:70 વર્ષમાં પ્રથમ વાર બંન્ને દેશોએ એકબીજા પર ફેંકી મિસાઇલો, પ્રવાસીઓના અવરજવર પર રોક


લગભગ 70 વર્ષ પહેલા (1950-53) ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારથી કોરિયન દ્વીપકલ્પમાં બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ઉત્તર કોરિયા ઉશ્કેરણી માટે સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે. આ મિસાઇલો જાપાનના સમુદ્ર અને પૂર્વ સમુદ્રમાં પડે છે, પરંતુ કોરિયન યુદ્ધ પછી પ્રથમ વખત ઉત્તર કોરિયાએ એનએલએલની દક્ષિણમાં મિસાઇલો છોડી છે. આ જ કારણ છે કે દક્ષિણ કોરિયાએ NLL પાર ઉત્તરમાં F-16 અને KF-16 ફાઈટર જેટ્સથી મિસાઈલ ફેંકી હતી.


ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના મિસાઈલ ફાયરિંગથી વિશ્વ પ્રસિદ્ધ DMZના યુદ્ધ-પર્યટનને પણ અસર થઈ છે. દક્ષિણ કોરિયાએ ડી-મિલિટરાઇઝ ઝોન (DMZ)માં પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. કોરિયન દ્વીપકલ્પના બે દેશો વચ્ચેની વિશ્વની સૌથી સંવેદનશીલ સરહદ ડી-મિલિટરાઇઝ ઝોન (DMZ) તરીકે ઓળખાય છે. NLL તેમાંથી પસાર થાય છે. ડીએમઝેડને દક્ષિણ કોરિયા દ્વારા પણ પ્રવાસન સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ ઉત્તર કોરિયાની એક ઝલક જોવા માટે આવે છે, પરંતુ બુધવારે (2 નવેમ્બર) બંને દેશો વચ્ચે મિસાઈલ હુમલાઓ બાદ દક્ષિણ કોરિયાએ ધ ડીએમઝેડને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.