Indo-China Border : ઈઝરાયેલ એક એવો દેશ છે જે હંમેશા મુશ્કેલીના સમયે ભારતની પડખે આવીને ઉભો રહ્યો છે. ભારત-ઈઝરાયેલના સંબંધોથી દુનિયા આખી વાકેફ છે. બંને દેશોના સંબંધો રણનૈતિક ભાગીદારી ઉપરાંત સૈન્ય સહયોગ પર પણ આધારીત છે. પાકિસ્તાન ઉપરાંત ભારતના ચીન સાથે સંબંધો સંવેદનશીલ બન્યા છે ત્યારે ભારત-ઈઝરાયેલના આ સંબંધો વધુ મજબુત થવા જઈ રહ્યા છે. 


ઈઝરાયેલ ભારતને એક એવુ સૈન્ય હથિયાર આપવા જઈ રહ્યું છે જે ઉંબાડીયા ચીન સામે ખુબ જ કારગર સાબિત થશે. ભારતીય સેના આ હથિયારને ગલવાન ઘાટ અને તેની આસપાસ તૈનાત કરશે. એક અહેવાલ પ્રમાણે બંને દેશોના હથિયારના સોદાને લઈને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝમાં ભારત માટે માર્કેટિંગ ઉપાધ્યક્ષ એવી બ્લેસરે કહ્યું હતું કે, તે ભારતીય સેના અને વાયુસેના માટે સાથે મળીને ભારત-ઈઝરાયેલની રક્ષા જરૂરિયાતોને પુરી કરવાનું કામ કરી રહ્યાં છે. જ્યારે ભારતમાં રક્ષાની જરૂરિયાતો સમજવા અને તેની પૂર્તિ કરવા બ્લેસર ભારતીય સૈનિકોના યુદ્દ્વાભ્યાસમાં પણ સાથે ગયા હતાં. 


ગલવાનની ઘટના બાદ તૈનાત કરાયું ઘાતક હથિયાર


વર્ષ 2020ના રોજ ગલવાન ઘટના બાદ ચીન-ભારત સરહદે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 15-16 જુનના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં LACએ થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 જવાનો શહિદ થયા હતાં. આ અથડામણ બાદ જ ભારત અને ચીનના સંબંધો બાજુક બન્યા છે. જેથી ભારતે ચીન સરહદે ડ્રોન 'હેરોન એમકે-2' તૈનાત કરી રાખ્યું છે.
  
આ ડ્રોનને તિબેટને અડીને આવેલી અને ચીનને લગતી LAC પર તૈનાત કર્યા છે. હેરોન ડ્રોનને ડ્રોન ટેક્નોલોજીનો લીડર માનવામાં આવે છે.ભારતીય સેનાએ આ ડ્રોનની 4યુનીટનો ઓર્ડર આપ્યો છે.નિષ્ણાંતોના મતે આ ડ્રોન અમેરિકાના એમક્યૂ-9બી ડ્રોન કરતા પણ વધારે ચડિયાતું છે. ટેસ્ટિંગમાં પણ હેરોન અમેરિકી ડ્રોન કરતા વધુ અસરકારક સાબિત થયું છે. 
  
હેરોન એમકે એક ઈઝરાયેલી ડ્રોન છે જે 35 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડી શકે છે. આ ડ્રોન 1000 કિલોમીટરનો વિસ્તાર કવર કરી શકે છે. આ ઉપરાંત તે વાદળોનીઆરપાર પણ સ્પષ્ટ જોઈ શકવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન 45 કલાક સુધી સતત ઉડવાની સાથે ખરાબ હવામાનમાં પણ કામગીરી કરવા સક્ષમ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ડ્રોનને લેહમાં પણ તૈનાત કરાશે. સથે જ ભારતીય સેનાએ ગત વર્ષે 'હેરોન ટોપી' પણ લીઝ પર લીધી હતી. આ ઈઝરાયેલ દ્વારા બનાવવામાં આવેલું વિમાન છે જે માનવરહિત છે. આ ઉપરાંત આ ડ્રોનને જરૂર પડે હથિયારો વડે સજ્જ પણ કરી શકાય છે. 


હેરોન ડ્રોન તેની હથિયારો લોડ કરવાની ક્ષમતાના કારણે અમેરિકી સૈન્યનું પણ માનીતુ બન્યું છે. ટાર્ગેટનું લોકેશન શોધી કાઢ્યા બાદ તેનું જીપીએસ ગાઈડેડ સિસ્ટમ તેને ગણતરીની સેકન્ડમાં જ નેસ્ત નાબુત કરી શકે છે.